એક જ કે.વાય.સી. દરેક સંસ્થામાં માન્ય

નવી દિલ્હી : દેશમાં નાણાકીય સર્વિસમાં ગ્રાહકોના વેરિફિકેશન માટે ‘પોર્ટેબલ કેવાયસી’ વ્યવસ્થા લાગું થઈ શકે છે. તેનો હેતુ એ છે કે લોકોને બેંક, મ્યુચ્યુઅલ ફંડ, વીમો કે અન્ય નાણાકીય સર્વિસ માટે વારંવાર વેરિફિકેશન કરાવવાની જરૂર ન પડે અને એક જ કેવાયસી દરેક જગ્યાએ માન્ય રહી શકે. નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં આયોજિત સેબીના સ્થાપના દિવસ પર આના સંકેત આપ્યાં અને સેબીને કેવાયસીની પ્રક્રિયાઓને સરળ અને સમાન બનાવવા માટે કહ્યું છે.નાણામંત્રીએ પોર્ટેબલ કેવાયસી વ્યવસ્થા લાગું કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વર્તમાનમાં આ માટે દરેક વખતે અલગ-અલગ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે. જોકે દેશમાં સેન્ટ્રલ કેવાયસી રજિસ્ટ્રી જેવી પ્રણાલી અસ્તિત્વમાં છે, પરંતુ તે હજી સુધી તમામ ક્ષેત્રોમાં સંપૂર્ણ રીતે અસરકારક અને એકીકૃત થઈ શકી નથી. પરિણામે, એક જ વ્યક્તિની વિગતો અલગ-અલગ સંસ્થાઓમાં અલગ-અલગ રીતે નોંધાયેલી હોય છે અને વારંવાર દસ્તાવેજો જમા કરાવવાની ફરજ પડે છે. તેનો અર્થ એ છે કે એકવાર વેરિફિકેશન થયા પછી તેનો ઉપયોગ સમગ્ર નાણાકીય સિસ્ટમમાં કરવો. જ્યારે કોઈ એક જગ્યાએ કેવાયસી પૂર્ણ કરે છે, ત્યારે તેની માહિતી એક કેન્દ્રીય રજિસ્ટ્રીમાં સુરક્ષિત રીતે સંગ્રહિત થઈ જશે.

રિલેટેડ ન્યૂઝ