મધ્યપ્રદૃેશમાં નર્મદૃાના બરગી ડેમમાં દૃુર્ઘટના
મધ્યપ્રદૃેશના જબલપુરમાં નર્મદૃા નદૃી પર આવેલા બરગી ડેમ ખાતે ગુરુવારે સાંજે પ્રવાસીઓને લઈ જતું એક ક્રૂઝ જહાજ ડૂબી ગયું. આ અકસ્માત ખમરિયા ટાપુ નજીક થયો હતો. અહેવાલો અનુસાર એમપી ટુરિઝમ ક્રુઝમાં ૨૯ પ્રવાસીઓ સવાર હતા. પંદૃર લોકો તરીને સુરક્ષિત બહાર નીકળી ગયા.
માહિતી મળતાં એસડીઆરએફની ટીમ બચાવ કામગીરી શરૂ કરવા પહોંચી હતી. અત્યાર સુધીમાં બે મહિલાઓ સહિત છ મૃતદૃેહો મળી આવ્યા છે. આઠ હજુ પણ ગુમ છે. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે અચાનક આવેલા તોફાનને કારણે ક્રુઝ સંતુલન ગુમાવી બેઠું હતું અને ડૂબી ગયું હતું. શરૂઆતમાં, એવું કહેવામાં આવ્યું હતું કે તેમાં ૩૦ થી વધુ લોકો સવાર હતા. અકસ્માતના અહેવાલ મળતાં, એસપી સંપત ઉપાધ્યાય અને કલેક્ટર રાઘવેન્દ્ર િંસહ ઘટનાસ્થળે પહોંચ્યા. અંધારાને કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થયો. જોકે, બચેલા લોકોને શોધવા માટે મોટી ટોર્ચનો ઉપયોગ કરવામાં આવી રહૃાો છે.ક્રુઝ પાયલટ મહેશે જણાવ્યું કે તે છેલ્લા ૧૦ વર્ષથી ક્રુઝ ચલાવી રહૃાો છે અને સંપૂર્ણ પ્રશિક્ષિત તથા લાઇસન્સધારક છે.
તેમના મતે ક્રુઝમાં તમામ સુરક્ષા વ્યવસ્થા અને પર્યાપ્ત લાઇફ જેકેટ ઉપલબ્ધ હતા, પરંતુ વાવાઝોડું એટલી ઝડપથી આવ્યું કે મુસાફરોને લાઇફ જેકેટ પહેરવાનો મોકો મળી શક્યો નહીં.
મધ્ય પ્રદૃેશ પર્યટન નિગમના વોટર ટુરિઝમ એન્ડ એક્ટિવિટી એડવાઈઝર રાજેન્દ્ર નિગમે જણાવ્યું કે બરગીનો ક્રુઝ ભોપાલની ’લેક પ્રિન્સેસ’ની જેમ સંચાલિત થાય છે અને છેલ્લા ૨૦થી વધુ વર્ષોથી સુરક્ષિત રીતે ચાલી રહી હતી.
તેમણે કહૃાું, “અચાનક સુનામી જેવો પવન ફૂંકાયો, જેનો કોઈ અંદૃાજ નહોતો. સંચાલન પહેલા વેધર ફોરકાસ્ટ લેવામાં આવ્યું હતું, આવું પહેલા ક્યારેય બન્યું ન હતું. જેવી જાણકારી મળી કે ક્રુઝ હવામાં ફંટાઈ ગઈ છે, તરત જ રેસ્ક્યુ ટીમ રવાના કરી દૃેવામાં આવી.”
