કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ તા.1/05/2026 ના રોજ સીધા સ્થળ પર પહોચવું દર્દીઓએ પોતાનું ઓળખ પત્ર તેમજ ડોકટરના સર્ટીફીકેટની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે
સાસ્કૃતિક, સામાજિક અને તબીબીક્ષેત્રમાં અગ્રેસર રહેનાર સરગમ ક્લબ શહેરમાં જયપુર ફૂટકેમ્પના રૂપમાં વધુ એક સેવાકેન્દ્ર ચલાવી રહેલ છે. સરગમ ક્લબ અને મંજુલાબેન કલ્યાણજીભાઈ ઠકરાર (લંડન) અને કમાણી ફાઉન્ડેશનનાં સયુંકત ઉપક્રમે તા.1/05/2026 શુક્રવારથી 3/05/2026 ના રોજ આ જયપુર કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ પોતાના ફોટોવાળુ સરકાર માન્ય ઓળખપત્ર આધારકાર્ડ અને ડોક્ટરનું વિકલાંગ સર્ટીફીકેટની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે.
સરગમ કલબ ના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા ના જણાવ્યા અનુસાર, આ કેમ્પમાં જરૂરતમંદોને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે. આ કેમ્પ તા.1/05/2026 થી 3/05/2026 સુધી મે માસ નાં રોજ યોજાશે. જેની ખાસ નોંધ લેવી. આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા લોકોને તા 01/05/26 શુક્રવાર ના રોજ સવારે 8/00 કલાકે ખાસ સરગમભવન, જામટાવર રોડ, નવી કલેકટર કચેરીની બાજુમાં, રાજકોટ. ફોન નં.0281-2457168 ખાતે દર્દીઓએ રૂબરૂ હાજર રહેવા જણાવાયું છે. આ ઉપરાંત જે લોકો અગાઉ સાધનો લઈ ગયા છે, અને તેઓને રીપેરીંગ કરાવવાનું હોઈ તેઓએ પણ તા. 1/05/2026 ના રોજ સવારે 8/00 ખાસ ઉપસ્થિત રહેવું.
આ કેમ્પમાં અમોને મુખ્ય સહયોગ મંજુલાબેન કલ્યાણજીભાઈ ઠકરાર, જયુભાઈ ઠકરાર અને શિલ્પાબેન ઠકરાર (લંડન) પરિવારનો સહયોગ મળેલ છે.
આ કેમ્પની સફળતા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તથા કમાણી ફાઉન્ડેશનનાં માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલ અને મંજુલાબેન કલ્યાણજીભાઈ ઠકરાર (લંડન) તથા કમાણી ફાઉન્ડેશનના દીપકભાઈ કમાણી તેમજ રશ્મીભાઈ કમાણી જહેમત ઉઠાવે રહ્યા છે.
