રાજકોટ જિલ્લામાં “સરકાર પેન્શનરને દ્વાર અભિગમ , હવે પેન્શરોને હયાતીની ખરાઈ માટે બેંક સુધી જવાની જરૂર નથી


પેન્શનરો ઘરે બેઠા મેળવી શકશે ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા: “જીવન પ્રમાણ એપ્લિકેશનના માધ્યમથી પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો પેન્શનરોના ઘરે રૂબરૂ મુલાકાત લેશે

ગુજરાત સરકારના નાણા વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક વચ્ચે થયેલા મહત્વપૂર્ણ સમજૂતી કરાર મુજબ, હવે રાજકોટ જિલ્લાના પેન્શનરોએ પોતાની હયાતીની ખરાઈ કરાવવા માટે બેંક સુધી જવાની જરૂર રહેશે નહીં. “સરકાર પેન્શનરને દ્વાર” અભિગમ હેઠળ પેન્શનરોને ઘરેબેઠા નિ:શુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્ર આપવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.
આ સુવિધા હેઠળ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (ગઈંઈ) દ્વારા વિકસિત “જીવન પ્રમાણ” એપ્લિકેશનના માધ્યમથી પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો પેન્શનરોના ઘરે રૂબરૂ મુલાકાત લેશે. આગામી તા. 02/05/2026 થી 31/07/2026 સુધી આ કામગીરી કરવામાં આવશે. આ પ્રક્રિયા માટે પેન્શનરે પોતાનો આધાર નંબર, મોબાઈલ નંબર અને પેન્શન પેમેન્ટ ઓર્ડર (ઙઙઘ) નંબર જેવી પ્રાથમિક વિગતો આપવાની રહેશે.
ડિજિટલ બાયોમેટ્રિક પ્રમાણિત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનરના મોબાઈલ નંબર પર એસ.એમ.એસ. દ્વારા એક ’પ્રમાણ આઈડી’ મોકલવામાં આવશે, જેના આધારે તેઓ જીવન પ્રમાણની વેબસાઈટ https://jeevanpramaan.gov.in/ppouser/login પરથી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે. આ પ્રક્રિયાથી ડિજિટલ નકલ ગણતરીની મિનિટોમાં જ પેન્શન ઓફિસ સુધી પણ પહોંચી જશે.
રાજકોટ જિલ્લાના અંદાજે 30 હજારથી વધુ પેન્શનરોને આ નવી વ્યવસ્થાનો સીધો લાભ મળશે, તેમ પેન્શન ચુકવણા અધિકારીશ્રી પી.એમ. જાડેજાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ