નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલ ટી-૨૦ મેચમાં ગુજરાત ટાઈટન્સનો આરસીબી સામે ૪ વિકેટે વિજય

બેંગ્લોરના ૧૫૫ રન સામે ગુજરાતના ૬ વિકેટે ૧૫૮ રન

બેંગ્લોરના ટોપના બેટરો નિષ્ફળ ગયા ગિલ અને બટલરની શાનદૃાર બેટિંગ

શહેરના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ ખાત્ો આજે રમાયેલી આઇપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટમાં રોયલ ચેલેન્જર્સ બ્ોંગ્લુરૂ ૧૯.૨ ઓવરમાં ૧૫૫ રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી ત્ોના જવાબમાં ગુજરાત ટાઇટન્સની ટીમે ૬ વિકેટ ૧૫૮ રન બનાવી મેચ ૪ વિકેટથી જીતી લીધી હતી.
આજે ગુજરાત ટાઇટન્સના કપ્તાન્ો ટોસ જીતીન્ો ફિલ્ડીંગ પસંદૃ કરી હતી આરસીબીના જેકોબ બ્ોથેલ અન્ો વિરાટ કોહલી મેદૃાનમાં ઓપનર તરીકે ઉતર્યા હતા જો કે, ટીમના ૩૪ રનના જુમલે બ્ોથેલ પાંચ રન બનાવી મોહંમદૃ સીરાજની બોલીંગમાં રાશીદૃખાનના હાથમાં ઝીલાયો હતો.
તુરત જ વિરાટ કોહલી ૧૩ બોલમાં ૨૮ રન બનાવી રબાડાની બોલીંગમાં રાશીદૃખાનના હાથમાં સપડાયો હતો. ટીમના ૭૯ રનના જુમલે કપ્તાન રજત પાટીદૃાર ૧૫ બોલમાં ૧૯ રન બનાવી અર્શદૃખાનની બોલીંગમાં હોલ્ડરના હાથમાં ઝીલાયો હતો.
જીત્ોશ શર્મા પણ તુરત ૧ રન બનાવી હોલ્ડરની બોલીંગમાં સ્ટમ્પડ આઉટ થયો હતો. ટીમ ડેવીડ પણ આજે બ્ોટીંગમાં નિષ્ફળ રહૃાો હતો ત્ો ૯ રન બનાવી રાશીદૃખાનની બોલીંગમાં હોલ્ડરના હાથમાં સપડાયો હતો.
કૃણાલ પંડ્યા પણ ફકત ૪ રન બનાવી અર્શદૃખાનની બોલીંગમાં હોલ્ડરના હાથમાં ઝીલાયો હતો. એક છેડે ધીપરજપ્ાૂર્વક બ્ોટીંગ કરી રહેલો દૃેવદૃત પડીકલ ૨૪ બોલમાં ૨ સીકસરક અને પાંચ ચોક્કાની મદૃદૃથી ૪૦ રન બનાવી ટીમના ૧૨૬ રનના જુમલે રાશીદૃખાનની બોલીંગમાં બોલ્ડ થયો હતો.
ત્યારબાદૃ શેફર્ડ ૧૫ બોલમાં ૧૭ રન બનાવી હોલ્ડરની બોલીંગમાં સાંઇ સુદૃર્શનના હાથમાં ઝીલાયો હતો. વેંકટેશ ઐય્યર ૧૨ રન બનાવી અર્શદૃખાનની બોલીંગમાં સાંઇ સુદૃર્શનના હાથમાં સપડાયો હતો હેઝમવુડ પણ ટીમના ૧૫૫ રનના જુમલે શૂન્ય રન્ો રન આઉટ થયો હતો. ભૂવન્ોશ્ર્વરકુમાર ૧૪ રન બનાવી અણનમ રહૃાો હતો ગુજરાત ટાઇટન્સ્ો વધારાના પાંચ રન આપ્યા હતા આમ આરસીબીની ટીમ ૧૯.૨ ઓવરમાં ૧૫૫ રન બનાવી ઓલ આઉટ થઇ ગઈ હતી.
અર્શદૃખાન્ો ૨૨ રનમાં ૩, રાશીદૃખાન્ો ૧૯ રનમાં ૨, હોલ્ડરે ૨૯ રનમાં ૨ અને સીરાજ ત્ોમજ રબાડાએ ૧-૧ વિકેટ લીધી હતી.
ગુજરાતના ઓપનર શુભમન ગીલ અને સાંઇ સુદૃર્શન મેદૃાનમાં આ જુમલો પાર કરવા ઉતર્યા હતા પરંતુ ટીમના ૪૨ રનના જુમલે સાંઇ સુદૃર્શન ૬ રન બનાવી ભૂવન્ોશ્ર્વર કુમારની બોલીંગમાં શર્માના હાથમાં ઝીલાયો હતો.
શુભમન ગીલ પણ ૧૮ બોલમાં ૩ સિકસર અને ૪ ચોક્કાની મદૃદૃથી ૪૩ રન બનાવી ભૂવન્ોશ્ર્વરની બોલીંગમાં કોહલીના હાથમાં સપડાયો હતો. ત્યારબાદૃ બટલર ટીમના ૯૨ રનના જુમલે ૧૯ બોલમાં ૪ સિકસર અને ૨ ચોક્કાની મદૃદૃથી ૩૯ રન બનાવી ભૂવન્ોશ્ર્વરની બોલીંગમાં બોલ્ડ થયો હતો.
ત્યારબાદૃ શાહરૂખખાન પણ ૮ રન બનાવી શેફર્ડની બોલીંગમાં હેઝલવુડના હાથમાં સપડાયો હતો. વોશીંગ્ટન સુંદૃર પણ ૧૨ રન બનાવી શેફર્ડની બોલીંગમાં લેગબીફોર થયો હતો ત્યારે ટીમના ૧૧૧ રન થયા હતા.
હોલ્ડર ૧૨ રન બનાવી શુયશ શર્માની બોલીંગમાં પડીકલના હાથમાં ઝીલાયો હતો. જો કે, ત્ોવટીયા અને રાશીદૃખાન્ો ટીમન્ો ૧૫.૫ ઓવરમાં ૬ વિકેટે ૧૫૮ રન બનાવી ૪ વિકેટથી મેચ જીતી હતી ત્ોવટીયા ૨૭ અને રાશીદૃખાન ૭ રન્ો અણનમ રહૃાા હતા. આરસીબીએ વધારાના ૪ રન આપ્યા હતા. ભૂવન્ોશ્ર્વરે ૩, શેફર્ટએ ૨ અને શૂયશએ ૧ વિકેટ લીધી હતી.

રિલેટેડ ન્યૂઝ