બોટાદ જિલ્લા મઝદૂર સંઘ દ્વારા કલેકટરને આવેદન, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવા માંગ

શ્રમીકોના હિતમાં કાયમી નોકરીની જોગવાઈ કરવા માંગણી

શ્રમ કાયદાઓની વિવિધ કલમોના ઉલ્લંધન અને કોન્ટ્રાકટ પ્રથા નાબુદ કરી કાયમી રોજગાર / નોકરી ની પ્રથા અમલમાં લાવવા બાબત ભારતીય મજદુર સંધ સંલગ્ન બોટાદ જીલ્લા મજદુર સંધ ધ્વારા બોટાદ જીલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યુ.
રાષ્ટ્રહિત ઉઘ્યોગહિત તથા શ્રમીક હિત ની ભાવના સાથે કામ કરતા શ્રમીક સંગઠન ભારતીય મજદુર સંધ વિવિધ ક્ષેત્રે કામ કરતાં શ્રમિકો, કામદાર / કર્મચારીઓના જુદાજુદા પ્રશ્નો ના નિકાલ માટે સતત પ્રયત્નો કરી યોગ્ય નિરાકરણ લાવવામાં માનતું સભ્ય સંખ્યાની દ્રષ્ટી એ ભારતનું સૌથી મોટું શ્રમિક સંગઠન છે. અને બોટાદ જીલ્લા મજદુર સંધ ભારતીય મજદુર સંધ સાથે જોડાયેલ છે.
ભારતીય મજદુર સંધ ધ્વારા ગુજરાત રાજયમાં વિવિધ ઉધ્યોગો, કંપનીઓ,કારખાના તેમજ અલગ અલગ સંસ્થાઓમાં કામ કરતાં કોન્ટ્રાકટ બેઇઝ કામદારોના શોષણ બાબતને લઇને તા.05/05/2026 ના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી તેમજ શ્રમ અને રોજગારમંત્રીને ઉદેશીને જે તે જીલ્લા કલેકટરશ્રી મારફત આવેદન આપવા અંગે કાર્યક્રમ નકકી કરેલ.
આ કાર્યક્રમમાં ભારતીય મજદુર સંધ, બોટાદ જીલ્લા અધ્યક્ષ રાજુભાઇ ડેરૈયા, પ્રદેશમંત્રી સમીરભાઇ એચ.જોશી, જીલ્લામંત્રી દીક્ષીતભાઇ અગ્રાવત, હિતેશભાઇ સીંગલ, અરવિંદભાઈ જમોડ. આશિષ ગોંડલીયા.રાહુલભાઇ રાવલ મનોજભાઇ દેસાણી વિગેરે હાજર રહેલ.

રિલેટેડ ન્યૂઝ