સૌથી વધારે મોરબીનું 89.13 અને સૌથી ઓછુ પોરબંદરનું 79.59 ટકા : ઢોલ-નગારાના તાલે વિદ્યાર્થીઓ દ્વારા સફળતાની ઉજવણી કરાઈ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. ગત વર્ષ કરતા પરિણામમાં વધારો થતાં 86.89 ટકા પરિણામ આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છનું 84.49 ટકા પરિણામ જાહેર થયું છે. સૌથી વધારે મોરબી જિલ્લાનું 89.13 ટકા પરિણામ જાહેર થયું છે.
બોર્ડ દ્વારા જાહેર કરાયેલ પરિણામમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મોરબીનું 89.13 ટકા, બોટાદનું 87.59 ટકા, જૂનાગઢનું 83.36 ટકા, કચ્છનું 84.64 ટકા, રાજકોટનું 88.11 ટકા, સુરેન્દ્રનગરનું 88.02 ટકા અને પોરબંદરનું 79.59 ટકા, ભાવનગરનું 86.06 ટકા, ગીર સોમનાથ જિલ્લાનું 82.34 ટકા, જામનગરનું 85.08 ટકા, અમરેલી જિલ્લાનું 79.95 ટકા અને દેવભૂમિ દ્વારકાનું 80.28 ટકા પરિણામ જાહેર થયું છે.
રાજકોટ જિલ્લામાં 40,000થી વધારે છાત્રોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં 36 હજારથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1600થી વધારે વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો હતો. જ્યારે 7000થી વધારે એ-2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. જિલ્લામાં 130થી વધારે શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે.
રાજ્યભરમાં એ-1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની યાદીમાં ભાવનગર જિલ્લાએ મેદાન માર્યું છે. સુરત અને રાજકોટ બાદ ભાવનગર સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમે રહ્યું છે. જિલ્લાના કુલ 2434 તેજસ્વી વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ પ્રાપ્ત કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત, 4573 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ સાથે સફળતા મેળવી છે.
ભાવનગર જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રોમાં ભોળાદ કેન્દ્ર 98.62% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ કોણિયાક કેન્દ્રનું 65.65% નોંધાયું છે.
ગીર સોમનાથ જિલ્લાના ધોરણ 10 ના કુલ 14,195 માંથી 13,981 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી, જેમાં 780 વિદ્યાર્થીઓ અ1, 1743 વિદ્યાર્થીઓ અ2, 2417 વિદ્યાર્થીઓ ઇ1, 2737 વિદ્યાર્થીઓ ઇ2, 2549 વિદ્યાર્થીઓ ઈ1, 1223 વિદ્યાર્થીઓ ઈ2, 63 વિદ્યાર્થીઓ ઉ ગ્રેડ સાથે એમ કુલ 11,512 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
જામનગર જિલ્લામાં 14,443 વિદ્યાર્થીમાંથી 14,ર3ર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં જેમાંથી એ-1 મા 948, એ-ર મા ર10ર, બી-1 મા ર636, બી-ર મા ર7ર0, સી-1 મા ર399, સી-ર , મા 1રરપ, ડી મા 79, વગેરે મળી કુલ 1ર,109 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા 8પ.08 ટકા પરિણામ આવ્યું છે. જામનગર માં 10 ટકા થી ઓછું પરિણામવાળી 1, 11 થી ર0 ટકાવાળી શૂન્ય, ર1 થી 30 ટકાવાળી પાંચ, 31 થી 40 ટકા માં 4, 41 થી પ0 ટકા.માં 16, પ1 થી 60 ટકા માં ર3, 61 થી 70 ટકા.માં રપ, 71 થી 80 ટકામાં 44, 81 થી 90 ટકા માં 78 અને 100 ટકાવાળી 38 શાળા નો સમાવેશ થયો છે. જામનગર જિલ્લામાં શૂન્ય ટકા પરિણામ ધરાવતી 1, 100 ટકાવાળી 38 અને 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 4 ની છે.
અમરેલી જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષામાં કુલ 15,345 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરી છે. પરિણામ મુજબ વિદ્યાર્થીઓએ વિવિધ ગ્રેડમાં સ્થાન મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી છે. જાહેર થયેલ પરિણામ અનુસાર અ1 ગ્રેડમાં 596 વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. અ2 ગ્રેડમાં 2,623 વિદ્યાર્થીઓ સ્થાન પામ્યા છે. ઇ1 ગ્રેડમાં 230 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે, જ્યારે ઇ2 ગ્રેડમાં 3,006 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. ઈ1 ગ્રેડમાં 2,853 વિદ્યાર્થીઓ અને ઈ2 ગ્રેડમાં 1,349 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધોરણ 10 ના કુલ 7,715 વિદ્યાર્થીઓમાંથી 7591 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 260 વિદ્યાર્થીઓ એ- 1, 912 વિદ્યાર્થીઓ એ – 2, 1255 વિદ્યાર્થીઓ બી – 1, 1520 વિદ્યાર્થીઓ બી – 2, 1422 વિદ્યાર્થીઓ સી – 1, 700 વિદ્યાર્થીઓ સી – 2, 25 વિદ્યાર્થીઓ ડી ગ્રેડ સાથે એમ કુલ 6094 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
