કેન્દ્રનો ઐતિહાસિક નિર્ણય લેવાયો
પશ્ર્ચિમ બંગાળમાં પ્રચંડ જીત બાદૃ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની પહેલી બેઠક યોજાઈ હતી, જેમાં દૃેશભક્તિ અને રાષ્ટ્રીય ભાવનાનું ઐતિહાસિક પ્રતીક રાષ્ટ્રીય ગાન વંદૃે માતરમને દૃેશની એકતા અને સાર્વભૌમત્વનું પ્રતીક રાષ્ટ્રગીત જન ગણ મન જેવો જ દૃરજ્જો આપવાની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. બેઠકમાં ઉપસ્થિત મંત્રીઓએ બંગાળમાં ભાજપની જીત બદૃલ પીએમ મોદૃીને અભિનંદૃન પાઠવ્યા છે.
કેબિનેટની બેઠકમાં સરકારે ‘રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમમાં સુધારાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. આ સુધારો લાગુ થયા બાદૃ બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા રચિત ‘વંદૃે માતરમ પર એ જ નિયમો અને પ્રતિબંધો લાગુ થશે જે અત્યારે રાષ્ટ્રગીત જન ગણ મન માટે છે. તેનું ઉલ્લંઘન સંજ્ઞેય ગુનો માનવામાં આવશે. સંજ્ઞેય એટલે કે પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાનો અને કોર્ટની મંજૂરી વગર કેસની તપાસ શરૂ કરવાની સત્તા હોય છે. વર્તમાન કાયદૃા હેઠળ રાષ્ટ્રધ્વજ, બંધારણ અથવા રાષ્ટ્રગાનના અપમાન પર જેલ, દૃંડ અથવા બંને સજાની જોગવાઈ છે. વર્તમાન ફેરફાર પછી ‘વંદૃે માતરમને પણ આ જ દૃાયરામાં સામેલ કરવામાં આવશે.
