કોંગ્રેસે વિચારધારા પર ઉઠાવ્યા સવાલ ડાબેરી પક્ષોએ મમતા બેનર્જી સાથે હાથ મિલાવવાનો સાફ ઇનકાર કર્યો

પશ્ર્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ૧૫ વર્ષ બાદૃ સત્તા ગુમાવ્યા પછી તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી હવે વિપક્ષી એકતાના સહારે ભાજપને ટક્કર આપવાની યોજના બનાવી રહૃાા છે. જોકે, તેમના આ પ્રયાસોને શરૂઆતમાં જ મોટો આંચકો લાગ્યો છે. કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ મમતા બેનર્જી સાથે હાથ મિલાવવાનો સાફ ઇનકાર કરી દૃીધો છે. કોંગ્રેસના પ્રવક્તા સૌમ્ય આઈચ રાયે મમતા બેનર્જીના અતિ-ડાબેરીઓ (માઓવાદૃીઓ) સાથે જોડાવાના નિવેદૃન પર આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે યાદૃ અપાવ્યું કે વર્ષ ૨૦૧૩માં છત્તીસગઢમાં માઓવાદૃીઓએ કોંગ્રેસના અનેક નેતાઓની હત્યા કરી હતી. કોંગ્રેસે સવાલ કર્યો કે શું મમતા આવા તત્વો સાથે મળીને ભાજપનો વિરોધ કરવા માંગે છે?
ઝ્રઁૈં(સ્) ના નેતા મોહમ્મદૃ સલીમે મમતાના પ્રસ્તાવને નકારી કાઢતા કહૃાું કે, “અમે એવા કોઈ પણ પક્ષ કે વ્યક્તિ સાથે મંચ શેર નહીં કરીએ જે ગુનાખોરી, જબરન વસૂલી અને ભ્રષ્ટાચારમાં લિપ્ત હોય.” તેમણે વધુમાં ઉમેર્યું કે ડાબેરી પક્ષો જનતાના મુદ્દાઓ પર લડશે, પરંતુ ટીએમસી સાથે ગઠબંધન નહીં કરે. શનિવારે પશ્ર્ચિમ બંગાળમાં શુભેન્દૃુ અધિકારીના નેતૃત્વમાં ભાજપ સરકારના આગમન બાદૃ મમતા બેનર્જીએ એક વીડિયો સંદૃેશ દ્વારા તમામ વિપક્ષી દૃળો, વિદ્યાર્થી સંગઠનો અને દ્ગર્ય્ં ને એક થવા વિનંતી કરી હતી. તેમણે કહૃાું હતું કે, “આપણો મુખ્ય દૃુશ્મન ભાજપ છે અને તેની સામે લડવા માટે સંયુક્ત મંચ જરૂરી છે.”
ઉલ્લેખનીય છે કે, મમતા બેનર્જીએ જે ડાબેરી શાસનને ઉખેડી ફેંકીને બંગાળમાં પોતાની સત્તા સ્થાપી હતી, આજે તે જ પક્ષો પાસે તેઓ મદૃદૃ માંગી રહૃાા છે.

રિલેટેડ ન્યૂઝ