વઢવાણમાં ઓપન ગુજરાત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ મેચ જોવા ઉમટતા હજારો ક્રિકેટ પ્રેમીઓ

વઢવાણ રેલવે મેદાનમાં ઓપન ગુજરાત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન 29એપ્રિલ થી 13 મે સુધી કરાયું છે ખજૂરીવાળી મેલડી માતાજી ના લાભાર્થે રમાનાર વઢવાણ કપ નો મોડી સાંજે પારંભ થયો છે જેમાં રાજ્ય ભર ની 65થી વધુ ટીમો વચ્ચે 15 રાત્રી જંગ જામશે આથી 10000હજાર થી વધુ દર્શકો ઉમટી પડશે.
વઢવાણ રેલવે મેદાન માં 36વર્ષથી રાત્રી પ્રકાશટેનિસ કિક્રેટ ટુર્નામેન્ટ નુ આયોજન થાય છે આ વર્ષ પણ કારડીયા રાજપૂત યુવા ગૃપ દ્વારા ખજુરી વાળી મેલડી માતાજી ના લાભાર્થે દ્વારા 10મી વખત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે જેના પ્રારંભે રાષ્ટ્રીય ગીત થી કરાયો હતો આ તકે વઢવાણ ના સામાજિક રાજકીય આગેવાનો અને રમત પ્રેમી ઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં દરરોજ 4થી વધુ મેચો રમાનાર છે જે મેચ 10ઓવર ની રહેશે આ ટુર્નામેન્ટમાં લાઈવ સ્કોરીગ અને મેચ ની જાણકારી માટે એપ બનાવયી છે આ ટુર્નામેન્ટમાં રાજ્યભરની ટીમો ભાગ લઈ રહયા છે આગામી તા 13મે ના રોજ ફાયનલ મેચ રમાશે આ મેચો જોવા માટે 10000હજાર થી વધુ લોકો ઉમટી પડે છે આ તકે રેલવે સ્ટેશન મેદાન ખાતે રાજ્ય ભર ની 65 ટીમો અને 1000 ખેલાડીઓ વચ્ચે જંગ જામશે.

રિલેટેડ ન્યૂઝ