શ્યામાપ્રસાદૃ મુખર્જીની જન્મભૂમિ પર ભગવો લહેરાવીને પિતૃઋણ અદૃા કર્યું

આસામમાં ફરીથી મતદૃારોએ ભાજપમાં વિશ્ર્વાસ મૂકીને વધુ પાંચ વર્ષ માટે સુકાન સોંપ્યું છે અને આસામની મુખ્ય સમસ્યા ઘૂસણખોરીને રોકવા માટે કામ કરશે એવો તેમને દ્રઢ વિશ્ર્વાસ મૂક્યો છે

દૃેશના રાજકીય ઇતિહાસમાં આમ તો અનેક તારીખો તવારીખ બની ગઇ તેમ ૨૦૨૬ની ૪ મેની તારીખ પણ દૃેશના રાજકીય ઇતિહાસમાં અને ખાસ કરીને ભાજપના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઇ ઘઇ છે. આમ તો પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ હતી પણ તેમાં પશ્ર્ચિમ બંગાળની ચૂંટણીઓ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃી તથા ભાજપની જીતની રણનીતિ ઘડનાર ચાણક્ય ગૃહમંત્રી અમિતભાઇ શાહ માટે સવિશેષ હતી. કેમ કે બંગાળની ભૂમિ ભારતીય જનસંઘના સ્થાપક શ્યાપ્રસાદૃ મુખર્જીની જન્મભૂમિ છે અને ભાજપે ખૂબ સરસ રીતે આયોજન કરીને પ્રથમવાર બંગાળમાં જીતીને શ્યામાપ્રસાદૃ મુખર્જીની જન્મભૂમિ પર ભગવો લહેરાઇને પિતૃત્ઋણ અદૃા કર્યું છે. કહેવાય છેને કે ભલે મોડુ થયું, ૭૫ વર્ષ રાહ જોવી પડી પણ આખરે ભાજપના લાખો અને કરોડો કાર્યકરોની એ અભિલાષા આખરે પરિપૂર્ણ થઇ છે. જેનો શ્રેય વડાપ્રધાન મોદૃી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહની સાથે બંગાળની ધરતી પર ભાજપને જીતાડવામાં જાનની બાજી લગાવનારા લાખો કાર્યકરોને ફાળે જાય છે.
પાંચ રાજ્યોના જે પરિણામો આવ્યાં તે જે તે રાજ્યની પ્રજાનો જનાદૃેશ જ કહી સકાય. જેમ બંગાળના મતદૃારોએ મતદૃાર યાદૃીમાં સુધારણા માટેની સરની પ્રક્રિયામાં લાખો નામો નિકળી ગયા છતાં તેમણે ૯૧ ટકા સુધી મતદૃાન કરીને લોકશાહીને જીવંત રાખી અને તેની સાથે ભાજપને પહેલીવાર સત્તા સોંપીને જે અતૂટ વિશ્ર્વાસ ભાજપના નેતૃત્વમાં મૂક્યો છે તેને વડાપ્રધાન પૂરે પૂરો નિભાવશે. વડાપ્રધાન પોતે કોલકાતામાં ભાજપની નવી સરકારની શ્પથવિધિ વખતે ખાસ હાજર રહેનાર હોવાથી તેઓ પોતાના વકતવ્યમાં બંગાળની જનતાને એ વચન આપશે કે ભાજપે તેમના કલ્યાણ માટે જે વચનો આપ્યા છે તે પરિપૂર્ણ કરવામાં તેઓ કોઇ કચાશ નહીં રાખે અને ભાજપની જીતની સાથે ડબલ એન્જિનની સરકાર બનતા બંગાળનો સર્વાંગી વિકાસ બમણાં વેગથી થશે. આસામમાં ભાજપે ગઇ વખતે સત્તા મેળવી હતી. આ વખતે પણ આસામમાં ફરીથી મતદૃારોએ ભાજપમાં વિશ્ર્વાસ મૂકીને વધુ પાંચ વર્ષ માટે સુકાન સોંપ્યું છે અને આસામની મુખ્ય સમસ્યા ઘૂસણખોરીને રોકવા માટે કામ કરશે એવો તેમને દ્રઢ વિશ્ર્વાસ મૂક્યો છે. ભાજપે વચન આપ્યું છે કે જો ફરીથી સત્તા મળે તો આસામની ધરતી પરથી એક એક ઘૂસણખોરને વીણી વીણીને સીમાએ ધકેલી દૃેવાશે.
પરિવર્તનની લહેર બંગાળની ધરતી પરથી કેરલમ સુધી પહોંચી અને ત્યાં પણ સત્તા પરિવર્તન થયું છે. સામ્યવાદૃીઓની સત્તાને મતદૃારોએ ઉખેડી ફેંકીને કોંગ્રેસ અને તેમના સાથી પક્ષને સત્તા સૂત્રો સોંપ્યા છે.

રિલેટેડ ન્યૂઝ