મુખ્યમંત્રી સ્ટાલિન ક્લીન બોલ્ડ
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના પરિણામોના વલણોમાં દ્રવિડિયન રાજનીતિના ગઢમાં મોટો ભૂકંપ આવ્યો છે. અત્યાર સુધીના આંકડા મુજબ, દૃાયકાઓથી ચાલી આવતા ડ્ઢસ્ અને છૈંછડ્ઢસ્ના દૃબદૃબાને તોડીને સિને સ્ટાર થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ(્ફ) એ શાનદૃાર એન્ટ્રી કરી છે. ૨૩૪ બેઠકો ધરાવતી વિધાનસભામાં બહુમતી માટે ૧૧૮ બેઠકો જરૂરી છે, જેની સામે વિજયની પાર્ટી ૧૦૮ બેઠકો પર આગળ ચાલી રહી છે. આ વલણો જોતા એવું લાગે છે કે વિજય પોતાની પ્રથમ ઇિંનગમાં જ તમિલનાડુના મુખ્યમંત્રી બની શકે છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને ઉદૃયનિધિ સ્ટાલિને આ ચૂંટણીમાં હિન્દૃી થોપવા અને દ્રવિડિયન ઓળખના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે કેન્દ્રની ત્રણ ભાષા નીતિનો વિરોધ કરીને પ્રાદૃેશિકવાદૃનો નરેટિવ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હાઈ વોિંટગ પર્સન્ટેજ અને પરિણામો દૃર્શાવે છે કે તમિલનાડુના યુવા અને શહેરી મતદૃારો હવે જૂની રાજનીતિથી કંટાળી ગયા છે અને રોજગાર તેમજ સુશાસન ઈચ્છે છે. ૨૦૨૧માં ૧૩૩ બેઠકો જીતનાર ડ્ઢસ્ આ વખતે માત્ર ૬૦ બેઠકો પર સમેટાઈ ગઈ હોય તેવું દૃેખાય છે. ડ્ઢસ્ની હાર પાછળ તેમનુ હિન્દૃુ વિરોધી સ્ટેન્ડ મોટું કારણ હોવાનું માનવામાં આવે છે. ઉદૃયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યૂ અને મેલેરિયા સાથે કરીને તેને નાબૂદૃ કરવાની વાત કરી હતી. દૃેશભરમાં આ નિવેદૃનની તીખી પ્રતિક્રિયા થઈ હોવા છતાં તેઓ પોતાના નિવેદૃન પર મક્કમ રહૃાા હતા. પરિણામો સૂચવે છે કે હિન્દૃુ મતદૃારોમાં આ ટિપ્પણી અને મંદિૃરોના સંચાલનમાં સરકારી દૃખલગીરીને લઈને ભારે નારાજગી હતી, જેની સીધી અસર વોટ શેર પર પડી છે.
થલાપતિ વિજયની ્ફ પાર્ટીએ તમિલનાડુની રાજનીતિમાં પેદૃા થયેલી ખાલી જગ્યાને સફળતાપૂર્વક ભરી છે.
