ડાબેરીઓના ગઢમાં ભાજપનું ખાતુ ખુલ્યુ

કેરળમાં ૧૦ વર્ષ બાદૃ કોંગ્રેસનો ફરી ઉદય

ભાજપે બે બેઠકો જીતી એક પર સરસાઈ

કેરલમ વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભલે કોંગ્રેસ ગઠબંધન ેંડ્ઢહ્લની ભવ્ય જીત થઈ હોય, પરંતુ ભાજપે પોતાનું ખાતું ખોલાવવાની સાથે ડાબેરીઓના ગઢમાં ગાબડું પણ પાડીને ડબલ ફાયદૃો હાંસલ કરી લીધો છે. ભાજપના ઉમેદૃવાર બી.બી.ગોપકુમારે ડાબેરીઓની ગઢ ચથન્નૂર બેઠકમાં ગાબડું પાડીને ચાર હજાર મતોથી જીત મેળવી છે. અગાઉ ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં લેટે આ બેઠક ૧૭ હજાર મતોથી જીતી હતી. ચથન્નૂર બેઠક પર ભાજપ ઉમેદૃવાર બી.બી.ગોપકુમાર ૫૦ હજારથી વધુ મતો, બીજા નંબરે સીપીઆઈના આર.રાજેન્દ્રન ૪૭,૦૦૦થી વધુ મતો, ત્રીજા નંબરે કોંગ્રેસના ઉમેદૃવાર સૂરજ રવીને ૩૫,૦૦૦થી વધુ મતોથી આગળ છે. છે. સૌથી મોટો ઝટકો આમ આદૃમી પાર્ટીને લાગ્યો છે, કારણ કે આ બેઠક પર છછઁ ઉમેદૃવાર અરૂણને માત્ર ૬૨૭ મત મળ્યા છે. કેરલમની કુલ ૧૪૦ વિધાનસધા બેઠકોના પરિણામ સામે આવ્યા છે, જેમાં કોંગ્રેસના ગઠબંધન યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (ેંડ્ઢહ્લ) ૧૦૦ બેઠક પર, સીપીઆઈએમની આગેવાની હેઠળના શાસક ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટ (ન્ડ્ઢહ્લ) ૩૫ બેઠકો, ભાજપ બે બેઠકો પર અને અન્ય પક્ષો ત્રણ બેઠકો પર આગળ છે.
આ ઉપરાંત કેરલમમાં કોંગ્રેસના ગઠબંધન યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (ેંડ્ઢહ્લ)એ સીપીઆઈએમની આગેવાની હેઠળના શાસક ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટ (ન્ડ્ઢહ્લ) પાસેથી સત્તા આંચકી લીધી છે. જ્યારે આસામમાં અને પુડુચેરીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે.

રિલેટેડ ન્યૂઝ