ગંગોત્રીથી ગંગાસાગર સુધી કમળ ખીલ્યુ:મોદી

પાંચમાંથી ૩ રાજ્યો પશ્ર્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળમાં સત્તા પરિવર્તન

પશ્ર્ચિમ બંગાળમાં ઇતિહાસ રચાયો

ભવાનીપુર બ્ોઠક પર મુખ્યમંત્રી મમતા બ્ોનરજી ૧૫૦૦૦ મતોથી હારી ગયા

આસામમાં પણ ફરી જીત સાથે ૧૨ રાજ્યોમાં ભાજપની બહુમતી

પશ્ર્ચિમ બંગાળ, આસામ, કેરલમ, તમિલનાડુ, પુડુચેરીના પરિણામ સામે આવી ચૂક્યા છે. બંગાળમાં ૧૯૦થી વધુ બેઠકો પર કેસરીયો લહેરાયો છે જ્યારે અસમમાં ૧૦૦થી વધુ બેઠક પર તો પુડુચેરીમાં ૧૭ બેઠક પર કમળ ખીલ્યું છે. ત્યારે દૃેશભરમાં ભાજપ શાસિત રાજ્યોમાં ઉજવણીનો માહોલ છે. દિૃલ્હીમાં પણ વડા પ્રધાન મોદૃી ભાજપના મુખ્ય કાર્યાલય પર પહોંચ્યા હતા. જ્યાં ત્રણેય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં જીત બાદૃ કાર્યકરોને સંબોધન કર્યું.
ઉત્તરાખંડ, યુપી, બિહાર, ઝારખંડ, છતીસગઢ પછી પશ્ર્ચિમ બંગાળ, આસામ, પુડુચેરીમાં સરકાર બનવા પર ત્ોમણે કહૃાું કે ગંગોત્રીથી ગંગાસાગર સુધી કમળ જ કમળ ખીલ્યું છે.
પશ્ર્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. આજે શ્યામાપ્રસાદૃ મુખરજીના આત્માને શાંતિ મળશે. ભાજપની અનેક મહિલા કાર્યકરોએ અનેક અત્યાચાર સહન કરવા પડ્યા. તમને કલ્પના પણ ના કરી શકો કે, બંગાળ અને કેરળમાં ભાજપના કાર્યકરોએ કેટલી મુશ્કેલીઓ સહન કરવી પડે, કેટલો જુલમ થયો, કેટલો અત્યાચાર થયો. આજે બંગાળમાં ભાજપની જીતનો સફળતાનો શ્રેય આવા કાર્યકરો અને તેમના પરિવારોને જાય છે. હું આ જીત બંગાળની પ્રજાને સમર્પિત કરું છું.
આજે બંગાળની પાવન ધરતી પર એક નવો સૂર્યોદૃય થયો છે. એક એવી સવાર, જેની રાહ પેઢીઓથી જોવાતી હતી. ભાજપે જેટલી બેઠક જીતી છે, તે એક ચૂંટણીનો આંકડો નથી પણ એક અડગ વિશ્ર્વાસનો હુંકાર છે, જેણે ડર, તૃષ્ટિકરણ અને િંહસાના રાજકારણને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દૃીધા છે. આજથી બંગાળના ભવિષ્યની એક એવી યાત્રા શરૂ થઈ રહી છે, જ્યાં વિકાસ, અતૂટ વિશ્ર્વાસ અને નવી આશાઓ કદૃમથી કદૃમ મેળવીને ચાલશે.
પશ્ર્ચિમ બંગાળમાં ભાજપે ધમાકેદૃાર પ્રદૃર્શન કરતાં ભવ્ય વિજય નોંધાવ્યો છે.ભવાનીપુરની બ્ોઠક પર મુખ્યમંત્રી મમતા બ્ોનરજીન્ો ભાજપના સુવેન્દૃુ અધિકારીએ ૧૫ હજારથી વધુ મતોથી હાર આપી છે. પશ્ર્ચિમ બંગાળની ચૂંટણી પરિણામોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે, અને આ સાથે જ દૃેશની આઝાદૃી બાદૃ રાજ્યમાં પ્રથમ વખત કમળ ખીલ્યું છે. જ્યારે મમતા બેનર્જી અને તેમની તૃણમુલ કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. ્સ્ઝ્ર ત્રણ આંકડામાં પણ બેઠકો મળવી શકી નથી. પશ્ર્ચિમ બંગાળમાં ૨૯૪ બેઠકોમાંથી ભાજપ ૨૦૦ની નજીક પહોંચી ગયું હતું, જ્યારે રાજ્યમાં બહુમતી બનાવીને સરકાર બનાવવા માટે ૧૪૮ બેઠકો જરૂરી હોય છે.
પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના પરાજય માટે વિશ્લેષકો એન્ટી-ઈકમ્બન્સી જણાવી રહૃાા છે. ભાજપ પણ જાણી ગયો હતો કે મમતા બેનર્જીને હરાવવા માટે ચૂંટણીને ફક્ત શાસન પર જ નહીં પરંતુ લોકોના થાક અને કંટાળા પર આધારિત લોકોમતમાં ફેરવવી જરૂરી હતી. પશ્ર્ચિમ બંગાળ મમતા બેનર્જીનો ગઢ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમની સામેનો આક્રોશ વધી રહૃાો હતો.
સમગ્ર બંગાળમાં ભાજપને જેટલી સીટો મળી તે સૂચવે છે કે ઘણા મતદૃારો જે કદૃાચ ભાજપ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા ન હતા પરંતુ તૃણમુલ કોંગ્રેસને પડકારવા માટે તેમણે ભાજપને સક્ષમ પક્ષ તરીકે જોયો હતો. બીજી તરફ પશ્ર્ચિમ બંગાળમાં ભગવો લહેરાવવામાં સુવેન્દૃુ અધિકારીની ભૂમિકા પણ ઘણી જ મહત્વની છે. અધિકારી એક સમયે મમતા બેનર્જીના સૌથી નજીકના અને વિશ્ર્વાસુ હતા. જોકે, હવે તે જ મમતાના રાજકીય વારસા સામે ખતરા તરીકે ઊભરી આવ્યા છે. ભાજપ સુવેન્દૃુ અધિકારીને મુખ્ય મંત્રી બનાવે તેની શક્યતા વધારે છે. સુવેન્દૃુ અધિકારીએ પશ્ર્ચિમ બંગાળમાં ભાજપના વિજય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી અને અમિત શાહને શ્રેય આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગત ચૂંટણીમાં ભાજપના પરાજય બાદૃ ્સ્ઝ્રના કાર્યકરો અને સ્થાનિક ગુંડાઓએ ઘણો આંતક મચાવ્યો હતો. ભાજપના કાર્યકરો અને ઘણા િંહદૃુ રહેવાસીઓએ િંહસાનો સામનો કરવો પડ્યો હરતો. આજે પશ્ર્ચિમ બંગાળના િંહદૃુઓ અને ભાજપના કાર્યકરો ખુશ હશે, અને તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જાય છે.
પશ્ર્ચિમ બંગાળમાં ભાજપના ભવ્ય પ્રદૃર્શન બાદૃ ભાજપના કાર્યકરોએ ફિશ પાર્ટી કરીને તેની ઉજવણી કરી હતી. મતગણતરી સમયે બપોરે મમતા બેનર્જી મતગણતરીના સેન્ટર પહોંચી ગયા હતા. જોકે, મમતા બેનર્જીની પાર્ટીનો કરૂણ રકાસ થયો હતો.
પશ્ર્ચિમ બંગાળમાં ભાજપે ચૂંટણી જીતને એક સાથે અનેક રેકોર્ડ તોડી દૃીધા છે. ભાજપને પહેલીવાર એ પશ્ર્ચિમ બંગાળમાં જીત મળી છે, જયાં જનસંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદૃ મુખરજીએ પાયો નાંખ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદૃી ખુદૃ ૨૦૧૪ બાદૃ અનેકવાર બંગાળમાં જીતવાનું સપનું વ્યક્ત કરી ચૂક્યા છે. સંઘ પરિવારથી લઈને ભાજપા સુધીએ તમામ બંગાળમાં પ્રયાસો કર્યા હતા. આવામાં સંઘના વિચાર પરિવાર અને ભાજપા માટે બંગાળની જીત બુસ્ટર ડોઝ બની છે. તેને ભાજપની જીતની ગંગાસાગર એક્સપ્રેસ કહી શકાય છે. આ જીતે ભાજપની સત્તાને ગંગોત્રીથી ગંગાસાગર સુધી સ્થાપિત કરી દૃીધી છે. ૨૦૧૪ ની ચૂંટણીના સમયમાં નરેન્દ્ર મોદૃીએ વારાણસીથી કહૃાું હતું કે, ન તો મને કોઈએ મોકલ્યો છે, ન તો હું અહી આવ્યો છું, મને તો ગંગાએ બોલાવ્યો છે. ૧૨ વર્ષ બાદૃ ગંગા દૃેશના જે જે રાજ્યોમાંથી પસાર થાય છે. તેમાંથી એકને છોડીને હવે તમામ જગ્યાઓ પર ભાજપ સત્તામાં છે. ૪ મે, સોમવારના રોજ પશ્ર્ચિમ બંગાળથી લઈને આસામ સુધી જ્યાં જ્યાંથી ચૂંટણી પરિણામો આવી રહૃાાં છે, તેમાં ભાજપને પ્રચંડ બહુમતી મળતી દૃેખાઈ રહી છે. ગંગોત્રી (ઉત્તરાખંડ) થી શરૂ થઈને ઉત્તર પ્રદૃેશ, બિહાર, ઝારખંડ બાદૃ હવે બંગાળ (ગંગાસાગર) સુધી ગંગાના પૂરા પથ પર કેસરિયો રંગ રંગાયો છે.

પશ્ર્ચિમ બંગાળ
(સીટ ૨૯૩/બહુમતી ૧૪૭)

પાર્ટી આગળ જીત્યા કુલ
ભાજપ ૨૮ ૧૭૯ ૨૦૭ (+૩૦)
ટીએમસી ૧૯ ૬૧ ૮૦ (+૧૩૬)
કોંગ્રેસ ૦ ૨ ૨ (+૨)
લેટ ફ્રંટ ૦ ૨ ૨ (+૧)
અન્ય ૦ ૨ ૨ (+૨)

તામિલનાડુ
(સીટ ૨૩૪/બહુમતી ૧૧૮)

પાર્ટી આગળ જીત્યા કુલ
ટીવીકે ૧૨ ૯૫ ૧૦૭ (+૧૦૭)
એઆઇડીએમકે ૬ ૪૭ ૫૩ (-૨૨)
ડીએમકે + ૯ ૫૬ ૬૫ (-૯૪)
અન્ય ૦ ૯ ૯ (+૯)

કેરળ
(સીટ ૧૪૦/બહુમતી ૭૧)

પાર્ટી જીત્યા કુલ
યુડીએફ ૧૦૨ ૧૦૨ (+૬૧)
કોંગ્રેસ ૬૩ ૬૬ (+૪૧)
એલડીએફ ૩૫ ૩૫ (-૬૪)
એનડીએ ૩ ૩ (+૩)

આસામ
(સીટ ૧૨૬/બહુમતી ૬૪)

પાર્ટી આગળ જીત્યા કુલ
ભાજપ + ૧ ૧૦૧ ૧૦૨ (+૨૭)
કોંગ્રેસ ૧ ૨૦ ૨૧ (-૨૯)
અન્ય ૦ ૩ ૩ (+૨)

પુડ્ડુચેરી
(સીટ ૩૦/બહુમતી ૧૬)

પાર્ટી આગળ જીત્યા કુલ
એનડીએ ૧ ૧૭ ૧૮ (+૨)
કોંગ્રેસ ૦ ૬ ૬ (-૨)
અન્ય ૦ ૬ ૬ (૦)

રિલેટેડ ન્યૂઝ