ત્રિશંકુ વિધાનસભાની આશંકા:્ફ ઍલર્ટ
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં ત્રિશંકુ જનાદૃેશની શક્યતાઓને જોતા સુપરસ્ટાર વિજયની પાર્ટી તમિલગા વેટ્ટ્રિ કઝગમ (્ફ) એક્શન મોડમાં આવી ગઈ છે. ૪ મે ના રોજ જાહેર થનારા પરિણામો પૂર્વે વિજયે પોતાના સંભવિત વિજેતા ધારાસભ્યોને તોડજોડની રાજનીતિથી બચાવવા માટે અત્યારથી જ રિસોર્ટ બુક કરી લીધો છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, મહાબલીપુરમ પાસે આવેલા પૂંજેરીમાં એક ખાનગી રિસોર્ટમાં વિજેતા ઉમેદૃવારોને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રિસોર્ટમાં ૧૦૦ થી વધુ લોકો રહી શકે તેવી ક્ષમતા છે અને પરિણામ જાહેર થતાની સાથે જ ટીવીકેના વિજેતા ઉમેદૃવારોને ત્યાં ખસેડવાની તૈયારીઓ પૂર્ણ કરી દૃેવામાં આવી છે.એક્ઝિટ પોલ બાદૃ યોજાયેલી બેઠકમાં વિજયે મજાકિયા અંદૃાજમાં પણ ગંભીરતા સાથે ઉમેદૃવારોને સૂચના આપી છે કે જીત્યા પછી ક્યાંય જતા નહીં. તમામ વિજેતા ઉમેદૃવારોને જીત બાદૃ તાત્કાલિક પનૈયુર સ્થિત પાર્ટી હેડક્વાર્ટર પહોંચવા આદૃેશ અપાયો છે.
