ભારત માટે રાહતના સમાચાર : એલપીજી ટેન્કર ‘સર્વ શક્તિ એ સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કર્યુ

મધ્ય પૂર્વમાં મુશ્કેલી ચાલી રહી છે, પરંતુ ભારત માટે રાહતના સમાચાર છે. ભારત માટે ગેસ લઈને આવી રહેલું જહાજ સ્ સર્વ શક્તિ દૃરિયાઈ માર્ગે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પાર કરી ગયું છે.
આ જહાજ માર્શલ આઇલેન્ડના નામે રજિસ્ટર્ડ છે. સરકારના જણાવ્યા મુજબ જહાજ ૧૩ મેના રોજ વિશાખાપટ્ટનમ પહોંચી જશે. મતલબ કે, ભારતને જરૂરી ગેસ કોઈ પણ અવરોધ વિના મળી જશે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ જહાજમાં આશરે ૪૬ હજાર મેટ્રિક ટન ન્ઁય્ ભરેલો છે. જહાજ પર કુલ ૨૦ લોકો કામ કરી રહૃાા છે, જેમાંથી ૧૮ ભારતીયો છે. મધ્ય પૂર્વના તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અવરોધને લઈને સરકારે માહિતી આપી છે. મંત્રાલયે જણાવ્યું કે ત્યાં હાજર તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે. છેલ્લા ૨૪ કલાકમાં કોઈ પણ ભારતીય જહાજ સાથે કોઈ ઘટના બની નથી.

રિલેટેડ ન્યૂઝ