૩૦ વર્ષમાં પહેલીવાર કુવૈતની ક્રુડ નિકાસ ‘ઝીરો

હોર્મુઝ બંધ છતાં ઓપ્ોક પ્લસના નિર્ણયથી ઓઇલના ભાવ કાબુમાં રહેશે

કુવૈત હાલ ક્રુડ ત્ોલ કાઢીન્ો સંગ્રહ કરી રહૃાુ છે:ત્ોલ નિર્ભર દૃેશોની આર્થિક ખુવારી

પશ્ર્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવને કારણે વૈશ્ર્વિક ઉર્જા બજારમાં ભયનો માહોલ જોવા મળી રહૃાો છે. છેલ્લા ત્રણ દૃાયકામાં પ્રથમ વખત એવી સ્થિતિ સર્જાઈ છે કે ઓપેક ના મુખ્ય સભ્ય દૃેશ કુવૈતે એપ્રિલ ૨૦૨૬ ના મહિનામાં એક પણ બેરલ ક્રૂડ ઓઇલની નિકાસ કરી નથી. શિિંપગ ટ્રેિંકગ સંસ્થા ’ટેક્ધરટ્રેકર્સ’ ના અહેવાલ મુજબ, ૧૯૯૧ ના ગલ્ફ વોર પછી આ પહેલીવાર છે જ્યારે કુવૈતનો તેલ નિકાસ વેપાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હોય. કુવૈત પાસે તેલનો ભંડાર છે અને ઉત્પાદૃન પણ ચાલુ છે, પરંતુ તેને અન્ય દૃેશો સુધી પહોંચાડવા માટેનો મુખ્ય માર્ગ એટલે કે હોર્મુઝ સ્ટ્રેટ અત્યારે ભારે અસ્થિરતાનો સામનો કરી રહૃાો છે. ઇરાને હોર્મુઝ વિશ્ર્વના તેલ પુરવઠાનો લગભગ ૨૦% હિસ્સો વહન કરે છે, અને અહીં સર્જાયેલી અવરોધક સ્થિતિએ કુવૈત જેવા તેલ-નિર્ભર દૃેશોની કમર તોડી નાખી છે.
અહેવાલો અનુસાર, કુવૈત અત્યારે જે ક્રૂડ ઓઇલ કાઢી રહૃાું છે તેનો સંગ્રહ કરવામાં આવી રહૃાો છે અથવા તેને પોતાની રિફાઇનરીઓમાં શુદ્ધ કરવામાં આવી રહૃાું છે. જોકે, કાચા તેલના ટેક્ધરોની અવરજવર બંધ થવાને કારણે યુરોપ અને એશિયાના દૃેશોમાં પુરવઠાની સાંકળ તૂટવાની ભીતિ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી શકે છે, જેની સીધી અસર પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારી પર પડશે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દૃેવાતા પશ્ર્ચિમ એશિયામાં અત્યારે ભારે તણાવનો માહોલ છે. મોટા સંકટ વચ્ચે, ક્રૂડ નિકાસ કરતા દૃેશોના સમૂહ ઓપ્ોક પ્લસ એ એક મોટો નિર્ણય લીધો છે. જે દૃુનિયા માટે રાહતના સમાચાર છે.ઓપ્ોક પ્લસે સૈદ્ધાંતિક રીતે જૂન મહિનામાં પોતાના ક્રૂડ (કાચા તેલ)ના ઉત્પાદૃનનું લક્ષ્ય વધારવા પર સંપૂર્ણ સહમતી દૃર્શાવી છે. આ પગલું વિશ્ર્વભરમાં ક્રૂડની િંકમતોને અંકુશમાં રાખવા માટે લેવામાં આવ્યું છે. અનેક રિપોર્ટ્સ મુજબ ઓપ્ોક પ્લસના સાત દૃેશોએ આવતા મહિને ક્રૂડ ઉત્પાદૃનનું લક્ષ્ય વધારવા પર સહમતી વ્યક્ત કરી છે. આ હેઠળ પ્રતિદિૃન આશરે ૧,૮૮,૦૦૦ બેરલ ક્રૂડનું ઉત્પાદૃન વધારવામાં આવશે. જો કે જ્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખૂલી જતું નથી, ત્યાં સુધી ઉત્પાદૃનમાં આ વધારો માત્ર નામનો જ ગણાશે. ભૌગોલિક અને રાજકીય સંકટ વચ્ચે, આ સતત ત્રીજો મહિનો છે જ્યારે ક્રૂડ ઉત્પાદૃન વધારવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ