કોની પરમિશનથી આટલી માટી ચોરી થાય છે તે પ્રશ્ર્ન
સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ ખનીજ માફિયાઓ એટલા બધા બેફામ બન્યા છે કે જેને કોઈપણ પ્રકારની ડર કે ખોપ રહ્યો નથી અને દિવસ અને રાત ખનીજ માફીઆઓ ડમ્પોરો ભરી ભરી અને માટી રેતી કપચી કોલસો સહિતની ખનીજ ચોરી કરી અને બેફામ રીતે રોડ રસ્તા ઉપર પસાર થાય છે. ત્યારે છેલ્લા એક માસથી વાડલા ગામના તળાવમાંથી મોટા પાયે માટી ચોરી થતી હોવાનું સામે આવ્યું છે અને છેલ્લા એક મસ્તી દિવસ દરમિયાન 10 થી 12 ડમ્પરો આ માટી કાઢી અને લઈ જાય છે અને રાત્રિના તો 20 થી 25 જેટલા ડમ્પરો માટી સારવા માટે ચાલી રહ્યા છે.
બે હિટાચી મશીન પણ ધમધોકાર રીતે ચાલી રહ્યા છે ત્યારે આ છેલ્લા એક મહિનાથી ખનીજ માટી ની ચોરી ચાલતી હોવાનું ડમ્પર બહાર આવ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાને તેના તાલુકા મથકઓએ આ રીતે બેફામ રીતે ચોરી ખનીજ કરી અને દિવસ રાત એક જ જગ્યાએ આ તમામ માટે ઠાલવવામાં આવતી હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે કોની મંજૂરી અને કોનો કોન્ટ્રાક્ટ અને કોણ કોણ આમાં સામેલ એ એક તપાસનો વિષય બન્યો છે ત્યારે ખાણ ખનીજ ખાતું ખાણ ખનીજ વિભાગ પોતાની કામગીરીમાં બે ફિકર રહેતું હોવાનું પણ સામે આવ્યું છે.આ વિસ્તારમાંથી માટી ચોરી થઈ રહી છે તેની તપાસ કરી અને કાયદેસર કામગીરી થાય તે માટે તેમને ઓચિંતી મુલાકાત લઈ અને આ ચાલતા ડમ્પર હિટાચી મશીન અને કોણ કોણ લોકો આ માટી કાઢી રહ્યા છે અને કોની પરમિશનથી આ માટી કાઢવામાં આવી રહી છે જે તમામ પ્રકારના તપાસના વિષયો હાલમાં બની રહ્યા છે.
