થાનમાં ગેસ એજન્સી દ્વારા ગ્રાહકોને સિલિન્ડરના બદલે અપાય છે ઉધ્ધત જવાબ

ગ્રાહકો ફરિયાદ સાથે મામલતદાર કચેરીએ ઘસી ગયા: ઘટતુ કરવાની ખાતરી આપવામાં આવી

થાનમાં છેલ્લા પાંચ દિવસથી ગેસના બાટલા લેવા માટે સવારથી સાંજ સુધી ઉભા રહેવા છતાં ગેસ એજન્સી દ્વારા બાટલા આપવાના બદલે ઉધ્ધત જવાબો આપવામાં આવતા હોવાની ફરિયાદ સાથે મામલતદાર કચેરીએ પહોંચી રજુઆત કરવામાં આવી હતી. આ બાબતે નાયબ મામલતદારે ઘટતું કરવા ની ખાત્રી આપી હતી.
વડાપ્રધાન મોદી દ્વારા મારી બહેનોની આંખમાં છાણ તથા લાકડાના બળતણના કારણે આંખમાં આંસુ આવી રહ્યા છે. તે આંસુ મારે બંધ કરવા છે તેમ કહીને ઉજ્વલા યોજના ચાલુ કરી ગરીબ માણસોને ગેસના બાટલાઆપવામાં આવ્યા હતા. પરંતુ આજે એ જ બાટલા મહિલાઓને ભાવ તથા અછતના કારણે રડાવી રહ્યા છે.
યુધ્ધની પરિસ્થિતિના કારણે દેશમાં ગેસની બોટલોની અછત પડી હોવાની બૂમરાળો ઉઠવા પામી છે. ત્યારે દ્વારા થાનની ગેસ એજન્સી દ્વારા નિયમિત ગેસના બાટલાનું વિતરણ કરવામાં નહીં આવતા અને છેલ્લા પાંચ પાંચ દિવસથી મહિલાઓ નોકરી ધંધા મૂકી ગેસની બોટલ મેળવવા લાઈનમાં ઊભા રહે વારો આવે અને બોટલ મળવાની રાહ જોઈ રહી હોવા છતાં એજન્સી દ્વારા ગેસની બોટલો આપવામાં આવતી ન હોવાથી મહિલાઓનું ટોળું બપોરના બે વાગ્યા આસપાસ મામલતદાર કચેરીએ ધસી ગયું હતું.
ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે અમે પાંચ પાંચ દિવસથી બોટલ લેવા જઈએ છીએ તેમ છતાં ગેસ એજન્સી દ્વારા બોટલ આપવામાં આવતી નથી અને ઉદ્ધત જવાબો આપી કહેવામાં આવે છે કે ગેસની બોટલ નહીં મળે જ્યાં જવું હોય ત્યાં જાવ અને બોટલ ન હોય તો હોટલમાં જઈને જમી લેવું અમારે ઘરેથી દરરોજ ખાલી બાટલો લઇ રિક્ષામાં જવું પડતું હોય ભરેલ બાટલો લીધા વગર પરત જવું પડે છે.
રિક્ષા ભાડાના રૂપિયા ચૂકવવા પડતાં હોય ખોટા ખર્ચ થઈ રહ્યો છે. આ બાબતે નાયબ મામલતદાર કરમશીભાઈ ઘીયડે જણાવ્યું હતું કે ગેસ એજન્સી વાળા સાથે મીટીંગ કરી કોઈને ખોટો ખર્ચ ન થાય અને ગેસની બોટલ સમયસર મળી રહે તેવી સૂચના આપવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ