પશ્ર્ચિમ બંગાળ, આસામમાં પીએમ અને કેન્દ્રીય ગૃહમંત્રીની અસરકારક ચુંટણી રણનીતિ પર કોંગ્રેસ સાંસદ વારી ગયા!
પોતાની બેબાકીથી અવાર-નવાર કોંગ્રેસને અસહજ સ્થિતિમાં મુકનાર કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ફરી એક વખત કોંગ્રેસને મુંઝવણભરી સ્થિતિમાં પશ્ર્ચિમ બંગાળની ચુંટણીને લઈને મુકી દીધી છે. થરૂરે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહના વખાણ કરીને કોંગ્રેસને સલાહ આપી છે કે કોંગ્રેસે તેમની પાસેથી શીખવાની જરૂર છે. આત્મચિંતન કરવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે થરૂર અગાઉ ઓપરેશન સિંદુર સહિત અનેક મુદા પર વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી ચુકયા છે. જો કે થરૂરે માન્યું છે કે કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ વાળા યુડીએફને જીત મળી છે, પણ અન્ય ત્રણ રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશ પુડ્ડુચેરીમાં નિરાશાજનક દેખાવ તરફ ઈશારો કરીને પાર્ટીને શીખ લેવાનું કહ્યું છે.
થરૂરે બંગાળ-આસામમાં અસરકારક ચુંટણી રણનીતિને લઈને પીએમ મોદી અને ગૃહમંત્રી અમીત શાહની પ્રશંસા કરી તેમના સંગઠનાત્મક કૌશલનો સ્વીકાર કર્યો છે.
