આસામમાં તા.12ના રોજ ફરી હિમંતા સરકારની શપથવિધિ

મુખ્યમંત્રી પદેથી હિમંતા બિશ્ર્વા સરમાનું ઔપચારીક રાજીનામુ

ગુવાહાટી: આસામ વિધાનસભા ચુંટણીમાં ભાજપે ત્રીજી વખત સતા સંભાળ્યા બાદ હવે તા.12ના રોજ નવી સરકારની શપથવિધિ થશે. આજે વર્તમાન મુખ્યમંત્રી હિમંતા બિશ્ર્વા સરમાએ પોતાના હોદાનું રાજીનામુ આપી દીધુ હતું. ભાજપે કેન્દ્રીયમંત્રી શ્રી જે.પી.નડ્ડા તથા હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબસિંહ સૈનીને નિરીક્ષક તરીકે નિયુકત કર્યા છે. તેઓ આ સપ્તાહના અંતે ગુવાહાટી જશે. રાજયના વર્તમાન મુખ્યમંત્રી શ્રી હિમંત બિશ્ર્વા સરમા જ ફરી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમના નેતૃત્વમાં ભાજપે 126 બેઠકોની વિધાનસભામાં 82 બેઠકો જીતી છે. કોંગ્રેસને ફકત 19 બેઠકો જ મળી છે.

રિલેટેડ ન્યૂઝ