પશ્ર્ચિમ બંગાળના રાજકારણમાં કબજો અને રાજકીય ઘમાસાણ કોઈ નવી વાત નથી, પણ હાવડાથી આવેલા તાજેતરના સમાચારે આખા રાજ્યમાં હલચલ મચાવી દૃીધી છે. મંગળવારે મધ્ય હાવડા વિધાનસભા વિસ્તારના રામજી હાજરા લેન વિસ્તારમાં ભાજપ કાર્યકર્તાએ એક મોટા અભિયાન અંતર્ગત એક પાર્ક પર પોતાનો કબજો કરી લીધો. ભાજપનો આરોપ છે કે આ પાર્ક વર્ષોથી ટીએમસીના સ્થાનિક નેતાઓના કબજામાં હતો અને સામાન્ય જનતાનું અહીં આવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ હતો. આ પાર્કને ખાલી કરાવ્યા બાદૃ ભાજપે ખાલી રાજનીતિ સુધી મર્યાદિૃત ન રાખતા, તેને એક આધ્યાત્મિક વળાંક આપતા અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મંદિૃર બનાવવાની ઘોષણા કરી દૃીધી. ભાજપના નેતાઓનું કહેવું છે કે અમિત શાહે બંગાળને અરાજકતામાંથી મુક્તિ અપાવવા માટે જે સંઘર્ષ કર્યો છે, તેના માટે તેમને અહીં એક મહાનાયક તરીકે પૂજવામાં આવશે. આ ઘટના બાદૃ હાવડામાં તણાવનો માહોલ છે.
રિલેટેડ ન્યૂઝ
-
મુંબઈમાં તાજ અને ટ્રાઇડેન્ટ હોટેલને આતંકી હુમલાની ધમકી
મુંબઈમાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર લાવી દૃેતી એક ઘટના સામે આવી છે. શહેરની જાણીતી તાજ હોટલ... -
મુંબઇ એરપોર્ટના બે રનવે બંધ રહેવાના પગલે…. આજે સાંજની મુંબઇ-રાજકોટ-મુંબઇની બે ફલાઇટ કેન્સલ
મુંબઇમાં પ્રિ-મોન્સુન કામગીરીના અનુસંધાને અનેક ફલાઇટસ નજીકના એરપોર્ટમાં ડાયવર્ટ થશે કાલે મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ... -
પાક નેવીનું માનવતાનું ઉદાહરણ અલંગ આવતું જહાજ અરબી સમુદ્રમાં ફસાયુ પાકિસ્તાન નેવીએ 7 ક્રૂ મેમ્બરોને ઉગાર્યા
અલંગના શિપ બ્રેકિંગ યાર્ડમાં ભંગાણ માટે આવી રહેલું જહાજ ’એમ.વી. ગૌતમ’ અરબી સમુદ્રમાં ટેકનિકલ ખામીને કારણે...
