૧૦૦૦ ડ્રોન અન્ો મિસાઇલ હુમલામાં ૧૨ લોકો ઘાયલ
રશિયાએ તાજેતરમાં જ યુક્રેન પર ૧૦૦૦ ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો, જેનો યુક્રેને આજે વળતો જવાબ આપ્યો છે. યુક્રેને આજે રશિયાની રાજધાની મૉસ્કોમાં ડ્રોન અને મિસાઈલો િંઝકી છે, જેમાં એક ભારતીય સહિત ત્રણના મોત અને ૧૨ લોકોને ઈજા થઈ છે.
મીડિયો રિપોર્ટ મુજબ, યુક્રેને રવિવારે સવારે મૉસ્કો પર ડ્રોનથી હુમલો કર્યો હતો. ત્યારપછી રશિયામાં ભારતીય દૃૂતાવાસે કહૃાું છે કે, આ હુમલામાં એક ભારતીય શ્રમિકનું મોત થયું છે, જ્યારે ત્રણ ભારતીયો પણ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દૃૂતાવાસના અધિકારીઓએ તાત્કાલીક ઘટનાસ્થળની અને ઈજાગ્રસ્ત શ્રમિકની પણ મુલાકાત લીધી છે.
બીજીતરફ રશિયન અધિકારીઓએ કહૃાું કે, યુક્રેને આખી રાત હુમલા કર્યા હતા, જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત અને ૧૨થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. મૉસ્કોના મેયર સર્ગેઈ સોબયાનિને કહૃાું કે, હુમલામાં મોસ્કોની તેલ રિફાઈનરીને કોઈ નુકસાન થયું નથી, જોકે ત્રણ રહેણાંક મકાનોને નુકસાન થયું છે.
રશિયન સેનાએ છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૦થી વધુ યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે દૃાવો કર્યો છે કે, યુક્રેને મોસ્કો સહિત અનેક રાજ્યો પર આખી રાત હુમલા કર્યા હતા, જોકે અમે તેઓને ૫૫૬ ડ્રોન તોડી પાડ્યા છે.
