ઈ-ફાર્મસી એપ્સ વિરૂધ્ધ મેડિકલ સ્ટોર્સનો જંગ
આજના ડિજિટલ યુગમાં એક ક્લિક પર કપડાં અને કરિયાણાની જેમ દૃવાઓ પણ ઘરબેઠા આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળી જાય છે. આ સુવિધા ગ્રાહકોને ખૂબ સુવિધાજનક લાગે છે, પરંતુ તેની પાછળ એક મોટું આર્થિક અને આરોગ્ય સંબંધિત સંકટ આકાર લઈ રહૃાું છે. ભારતભરના ૧૨.૪ લાખથી વધુ કેમિસ્ટ અને ફાર્માસ્યુટિકલ વિતરકોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ’ઑલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ’ એ ૨૦ મેના રોજ દૃેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. મોટા કોર્પોરેટ-સમર્થિત ઓનલાઈન ફાર્મસી પ્લેટફોર્મ્સ અને ક્વિક-કોમર્સ એપ્સ સામે પરંપરાગત મેડિકલ સ્ટોર સંચાલકો કેમ રસ્તા પર ઉતરવા મજબૂર થયા છે અને આ વિવાદૃ શું છે, ચાલો સમજીએ.
આ વિવાદૃનું મુખ્ય કારણ ઈ-ફાર્મસી પ્લેટફોર્મનો સતત વધતો જતો વ્યાપ અને ઓનલાઈન દૃવા વેચાણને નિયંત્રિત કરતી અપૂરતી સરકારી દૃેખરેખ છે. કેમિસ્ટ સંગઠનોનો આક્ષેપ છે કે ઓનલાઈન દૃવા વેચતા પ્લેટફોર્મ્સ નબળા નિયમન હેઠળ કામ કરી રહૃાા છે. તેઓ પ્રિસ્ક્રિપ્શન, સ્ટોરેજની યોગ્ય શરતો અને ડિલિવરીના કડક ધોરણોની ચકાસણી કર્યા વિના જ આડેધડ દૃવા વેચી રહૃાા છે. આ સંગઠનના પ્રમુખ જે. એસ. િંશદૃે અને મહા મંત્રી રાજીવ િંસઘલે એક સંયુક્ત નિવેદૃનમાં જણાવ્યું છે કે, ‘આ ફક્ત વેપારનો મુદ્દો નથી, પરંતુ દૃર્દૃીની સલામતીનો મામલો છે. છૈં જનરેટેડ પ્રિસ્ક્રિપ્શન: આજના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (છૈં) દ્વારા બનાવેલા પ્રિસ્ક્રિપ્શન બતાવીને ઓનલાઈન દૃવાઓ ખરીદૃવાનું જોખમ વધી ગયું છે.
એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (છસ્ઇ): ડૉક્ટરની સલાહ વિના ઓનલાઈન એન્ટિબાયોટિક્સના અનિયંત્રિત વપરાશને કારણે શરીરમાં દૃવાઓ અસર કરતી બંધ થઈ જાય છે, જે વૈશ્ર્વિક સ્તરે જાહેર આરોગ્ય માટે મોટો ખતરો છે.
નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત મેડિકલ સ્ટોર્સ ખૂબ જ ઓછા નફાના માર્જિન પર કામ કરે છે.
