ઘણા રાજ્યોમાં તાપમાનમાં ૬ થી ૮ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે

૨૯ થી ૩૧ મે દૃરમિયાન ગરમી ઘટશે

દૃેશના ઉત્તર અને ઉત્તરપશ્ર્ચિમ ભાગોમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જોકે, હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ એ જાહેરાત કરી છે કે આજથી હવામાનમાં પલટો આવશે. જેમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે સાથે વરસાદૃ અને વાવાઝોડાની પણ શક્યતા છે. વરસાદૃને કારણે હવે તીવ્ર ગરમી ઓછી થઈ શકે છે. દૃેશમાં ઘણી જગ્યાએ તાપમાન ૪૫ થી ૪૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આ વખતે પણ, દિૃલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદૃેશ અને મધ્યપ્રદૃેશ જેવા રાજ્યોમાં તીવ્ર ગરમીનો અનુભવ થયો.ભારતીય હવામાન વિભાગે પશ્ર્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે ઉત્તર ભારતમાં વરસાદૃ, વાવાઝોડા અને જોરદૃાર પવનોની અપેક્ષા છે. ૨૯ થી ૩૧ મે દૃરમિયાન ઘણા રાજ્યોમાં તાપમાનમાં ૬ થી ૮ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે.

રિલેટેડ ન્યૂઝ