અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલા આઈપીએલમાં મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમે ચેન્નાઈ સુપરકિંગ્સને 89 રને હરાવી હતી. આ રોમાંચક મેચમાં મોહમ્મદ સિરાજે ત્રણ વિકેટ લેતા બીસીસીઆઈની એપેક્ષ કાઉન્સીલના મેમ્બર શ્રી જયદેવભાઈ શાહે મેન ઓફ ધ મેચની ટ્રોફી એનાયત કરી હતી. ગુજરાત ટાઈટન્સે આઈપીએલની 66મી મેચમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નઈ સુપરકિંગ્સને 89 રને હરાવી ધમાકેદાર જીત મેળવી હતી. આ મેચમાં ગુજરાતની ટીમ વતી સાઈ સુદર્શને 53 બોલમાં 84 રનની 7 ચોગ્ગા અને છ છગ્ગાની તોફાની ઈનિંગ્સ રમી હતી. ગુજરાતની ટીમે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા હતાં. જેના જવાબમાં ચેન્નઈની ટીમ 13.4 ઓવરમાં માત્ર 140 રન જ બનાવી શકી હતી. આ મેચમાં મોહમ્મદ સિરાજે રબાડા અને રશીદની આક્રમક બોલીંગ રહી હતી. ત્રણેય બોલરોએ 3-3 વિકેટ ઝડપી હતી. ગુજરાતની ટીમના મોહમ્મદ સિરાજની ઘાતક બોલીંગ સામે ચેન્નાઈની ટીમ ઘુંટણિયે પડી ગઈ હતી. ગુજરાત અને ચેન્નઈ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મોહમ્મદ સિરાજને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. બીસીસીઆઈ એપેક્ષ કાઉન્સીલના મેમ્બર શ્રી જયદેવભાઈ શાહે મોહમ્મદ સિરાજને મેન ઓફ ધ મેચની ટ્રોફી આપતા નજરે પડે છે.
રિલેટેડ ન્યૂઝ
-
યુદ્ધ અને ઉર્જા સંકટ વચ્ચે રાજ્યમાં 85000 નવા પીએનજી જોડાણો અપાયા
સરકારના હસ્તક્ષેપ બાદ 670થી વધુ ફેકટરીઓ ફરી કાર્યરત થતાં મોરબી સિરામીક ઉદ્યોગમાં તેજી આવી : મંત્રી... -
ગીર સોમનાથ બાદ રાજ્યમાં 7 સ્થળોએ STATCOMની સ્થાપના થકી વોલ્ટેજની સમસ્યા દૂર થશે
સિસ્ટમ ગ્રીડમાં કૃષિક્ષેત્રમાં વોલ્ટેજ સ્થિરતા અને સતત વીજ પ્રવાહ સુનિશ્ર્ચિત થયા GETCO ભારતમાં STATCOM ટેક્નોલોજીનો ઉપયોગ... -
અમદાવાદૃના એસજી હાઇવે ઉપરની ઘટના સોલિટેર બિઝનેસ પાર્કમાં આગ ભભૂકી:૫૦થી વધુને રેસ્કયુ કરાયા
એક વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડાયો શહેરના એસજી હાઇવે ઉપરના બહુમાળી સોલિટેર બિલ્ડીંગના ‘બી િંવગના ત્રીજા માળે ભયાનક...
