નિષ્પક્ષ ચૂંટણીની એ પ્રથમ શરત છે કે ફકત માન્ય મતદૃારો મતદૃાન કરે કોઇ વ્યક્તિ માન્ય મતદૃાર છે કે, નહીં ત્ોની તપાસ કરવાનો ચૂંટણી પંચન્ો અધિકાર છે
સુપ્રિમ કોર્ટે એસઆઇઆર પ્રક્રિયામાં પડકાર કરતી અરજીન્ો રદૃ કરી જે ફેસલો આપ્યો છે ત્ો ચૂંટણી પંચની શક્તિઓન્ો નવી ઉર્જા આપશે અન્ો ચૂંટણી પંચ વધુ સક્ષમ બનશે.
આ ચૂકાદૃામાં સુપ્રિમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે સમયે-સમયે મતદૃાર યાદૃીની સમીક્ષા થવી જરૂરી છે.
મતદૃાર યાદૃીના સ્પ્ોશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (ખાસ સધન સમીક્ષા ‘સર)ના કેસમાં ચૂંટણી પંચ વિજયી થયું છે. સર્વોદૃય અદૃાલત્ો મતદૃાર યાદૃીની આવી સુધારણા કરવાના પંચના અધિકારન્ો માન્ય રાખીન્ો કહૃાું હતું કે, આ કવાયત નિષ્પક્ષ ચૂંટણીની આવશ્યકતાન્ો સંજીવની પીવડાવે છે.
મુખ્ય ન્યાયમૂર્તિની આગ્ોવાની હેઠળની બ્ોન્ચે કહૃાું હતું કે, આ કવાયત મુકત અને નિષ્પક્ષ ચૂંટણી યોજવાની બંધારણીય આવશ્યકતાન્ો આગળ લઇ જાય છે.
જસ્ટિસ જોયમાલ્યા બાગીચાની પણ આમાં સમાવેશ થતો હતો. બ્ોન્ચે કહૃાું હતું કે, પંચન્ો બંધારણની ૩૨૪મી કલમ અને લોક પ્રતિનિધિ ધારાના અનુચ્છેદૃ હેઠળ આવી કવાયત કરવાની સત્તા છે. બિહારમાં કરાયેલી ‘સર કવાયત સામેની પિટિશનનો નિકાલ લાવતા સર્વોચ્ચ અદૃાલત્ો કહૃાું હતું કે, મતદૃાર યાદૃીમાંથી નામની બાદૃબાકીનો અર્થ એ વ્યક્તિ નાગરિક નથી એવો થતો નથી.
સર્વોચ્ચ અદૃાલતના ચૂકાદૃાથી રાજકીય ક્ષિતિજમાં પ્રત્યાઘાતો આવ્યા છે. આધાર નાગરિકતાનો પુરાવો નથી એમ જણાવી મુખ્ય ન્યાયાધીશ સ્ાૂર્યકાન્ત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી અને વિપુલ એમ. પંચોલીની બન્ોલી ખંડપીઠે ચૂંટણી પંચની સ્વાયત્તાન્ો પુન: સ્થાપિત કરતો સીમા ચિહ્નરૂપ ચૂકાદૃો આપી ચૂંટણી પંચની મતદૃાર યાદૃીના ‘સરની સત્તાન્ો માન્ય રાખી હતી. મતદૃાર યાદૃીના સ્પ્ોશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર) માટે ચૂંટણી પંચ દ્વારા અપનાવવામાં આવેલા દૃસ્તાવેજોના માળખાન્ો સુપ્રિમ કોર્ટે એમ કહીન્ો સ્વીકૃતિ આપી હતી કે, મનસ્વી ન હતું અન્ો કાયદૃાકીય માળખાની બહાર ન હતું. મુખ્ય ન્યાયાધીશે કહૃાુ ંહતું કે, જનગણનાની પ્રક્રિયાના ભાગરૂપ્ો પંચ દ્વારા નિર્ધારિત દૃસ્તાવેજીકરણ વ્યવસ્થાની માન્યતા અંગ્ો અલગથી વિચાર કરવામાં આવશે.
ચૂકાદૃામાં જણાવવામાં આવ્યું હતું કે, રહેઠાણ અને પાત્રતા જેવી કાયદૃેસરની શરતો સ્થાપિત કરવા માટેના પ્ાૂરાવાકીય મૂલ્યન્ો આધારે ચૂંટણી પંચન્ો દૃસ્તાવેજોન્ો વર્ગીકૃત કરવાનો અધિકાર છે. જનગણનાની પ્રક્રિયામાં ‘આધારની માન્યતા ચૂકાદૃાનો મુખ્ય મુદ્દો હતો.
અલબત્ત મતદૃાર યાદૃીમાંથી જેમના નામ કમી થયા છે ત્ોમની રક્ષા કરતા સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચ સામે એક લક્ષ્મણ રેખા દૃોરી છે કે નાગરિકતા નક્કી કરવાની બાબતમાં ત્ોમની શક્તિ સિમિત છે.
ત્ોમનો અધિકાર માત્ર મતદૃાર યાદૃીમાં નામનો સમાવેશ કરવો તથા નામ દૃૂર કરવા સુધી સમિત રહેશે. જેમનું નામ મતદૃાર યાદૃીમાંથી દૃૂર કરવામાં આવ્યું છે ત્ોમન્ો વિદૃેશી નાગરિક માનવામાં આવશે નહીં ત્ોઓ આ મામલે અપીલ કરી શકશે તથા મતદૃાર યાદૃીમાં ફરી નામ દૃાખલ કરાવી શકશે.
આ સાથે સુપ્રિમ કોર્ટે પ્રથમવાર મત્તાધિકારન્ો બંધારણીય નહીં પરંતુ બંધારણીય અધિકારના સ્વરૂપમાં માન્યતા આપવામાં આવી છે જે પરંપરાગત સ્થિતિમાં અલગ છે પરંતુ આ બાબતનું સ્વાગત કરવું જોઇએ.
દૃાયકાઓ સુધી સુપ્રિમ કોર્ટે મતદૃાનન્ો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ અંતર્ગત માત્ર એક બંધારણીય અધિકાર માનવો જેનાથી સંસદૃ તથા ચૂંટણી પંચન્ો ત્ોમના નીતિ-નિયમો અને શરતો નક્કી કરવાનો વ્યાપક અધિકાર મળ્યો હતો.
બંધારણીય અધિકાર માન્યા બાદૃ હવે કોર્ટે કાયદૃાથી થતી મુશ્કેલીમાં હસ્તક્ષેપ કરવાની તક મળી છે અલબત્ત એસઆઇઆર પર સુપ્રિમ કોર્ટનો આ નિર્ણય ચૂંટણી પંચના નિર્ણયન્ો ખોટો પ્ાૂરવાર કરવાની જવાબદૃારી નાગરિકોન્ો સોંપવા બરાબર છે.
પરંતુ આ બાબતમાં થવું આ જોઇએ કે કોઇ વ્યક્તિનું નામ મતદૃાર યાદૃીમાંથી નામ દૃૂર કરવાનો નિર્ણય સાચી સાબિત કરવાની જવાબદૃારી ચૂંટણી પંચ નિભાવે તથા નામ દૃૂર કરતા અગાઉ ત્ોની તપાસ કરવાની જવાબદૃારી સરકારન્ો સોંપવામાં આવે. ચૂંટણી પંચનું કામ નાગરિકોના અધિકારની રક્ષા કરવાનું છે નાગરિકોનું નામ દૃૂર કરીન્ો ત્ોમન્ો મુશ્કેલીમાં મૂકવા જોઇએ નહીં. જો ચૂંટણી પંચ એમ માનતું હોય કે કોઇ વ્યક્તિ આ દૃેશનો નાગરિક નથી એ કારણથી ત્ોનુ નામ વર્ષ ૨૦૦૩ની યાદૃીમાંથી દૃૂર કરવામાં આવ્યું હોય તો આ વ્યક્તિન્ો નાગરિકતા અધિનિયમ અંતર્ગત સક્ષમ અધિકારી પાસ્ો મોકલવો જોઇએ જો આગામી ચૂંટણી અગાઉ આ બાબતમાં નિર્ણય લઇ શકે.
