રાજસ્થાન સહિત ૨૦ રાજ્યોમાં ૭૦ થી ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપ્ો
તા. ૨ જૂન સુધી દૃેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદૃ પડી શકે છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે ૨ જૂન સુધી ઉત્તર-પશ્ર્ચિમ ભારત, મધ્ય ભારત, પૂર્વ ભારત, ઉત્તર-પૂર્વ ભારત અને દૃક્ષિણ ભારતમાં વરસાદૃ પડી શકે છે. રાજસ્થાનના રણમાંથી ફૂંકાતા ધૂળભર્યા પવનો (રેતીનું તોફાન) કેટલાક રાજ્યોમાં લોકોને પરેશાન કરી શકે છે. ૭૦ થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે.
ૈંસ્ડ્ઢ અનુસાર, દૃક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસું ૪ જૂન સુધીમાં કેરળમાં પ્રવેશ કરી શકે છે. તો બીજી તરફ, આ વર્ષે ચોમાસામાં સામાન્ય ૮૭ સેન્ટિમીટર કરતાં ઓછો, એટલે કે આશરે ૭૮ સેન્ટિમીટર વરસાદૃ થવાનો અંદૃાજ છે. બિહાર અને ઉત્તર પ્રદૃેશમાં સામાન્ય વરસાદૃ થઈ શકે છે, પરંતુ બાકીના રાજ્યોમાં, ખાસ કરીને કૃષિ પ્રધાન રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદૃ થશે, જેનાથી ખેડૂતોને નુકસાન થઈ શકે છે.
ૈંસ્ડ્ઢ અનુસાર, આવતીકાલે ૧ જૂન, સોમવારના રોજ બિહારમાં ૮૦ થી ૯૦ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આવી શકે છે. વરસાદૃ અને કરા પડવાની પણ સંભાવના છે. પંજાબ, હરિયાણા, ચંદૃીગઢ, દિૃલ્હી, ઉત્તર પ્રદૃેશ, રાજસ્થાન, મધ્ય પ્રદૃેશ અને ઝારખંડમાં પણ વરસાદૃ પડી શકે છે. તમિલનાડુ, પુડુચેરી, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદૃેશમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદૃ થશે. ઉત્તર-પૂર્વના રાજ્યો અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદૃેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરસાદૃ અને તોફાની પવનોનું એલર્ટ રહેશે.ૈંસ્ડ્ઢ ના જણાવ્યા પ્રમાણે, પરમદિૃવસે ૨ જૂન, મંગળવારના રોજ પંજાબ, હરિયાણા, દિૃલ્હી, ઉત્તર પ્રદૃેશ, ઝારખંડ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં તોફાની પવનો ફૂંકાઈ શકે છે.
