અમેરિકા- ઇરાન વચ્ચે કામ ચલાઉ સીઝ ફાયર વચ્ચે અમેરિકાએ ઇરાનની રડાર ડ્રોન કંટ્રોલ સાઇટ પર કરેલા હુમલાના જવાબમાં ઇરાન્ો કુવૈત શહેરના કુવૈત ઇન્ટરન્ોશનલ એરપોર્ટ પર કરેલા મિસાઇલ અન્ો ડ્રોન હુમલા બાદૃ એરપોર્ટની યુઅલ ટેન્કમાંથી ધુમાડો નિકળી રહૃાો છે.
વહેલી સવારે સમગ્ર કુવૈતમાં વોર સાયરન ગુંજતા દૃહેશત સર્જાતા લોકો સુરક્ષિત સ્થળો પર દૃોડ્યા
મધ્ય-પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. સોમવારની વહેલી સવારે ઈરાને કુવૈત પર અચાનક મિસાઈલો અને ડ્રોન વડે મોટો હુમલો કરી દૃીધો છે. આ અણધાર્યા હુમલા બાદૃ કુવૈતની સુરક્ષા એજન્સીઓએ મોરચો સંભાળી લીધો છે અને જવાબી કાર્યવાહી શરૂ કરી દૃીધી છે.કુવૈત ન્યૂઝ એજન્સી ના જણાવ્યા અનુસાર, હુમલાને પગલે સમગ્ર દૃેશમાં યુદ્ધના સાયરેન વાગી રહૃાા છે, જેના કારણે લોકોમાં ભારે દૃહેશતનો માહોલ છે અને તેઓ સુરક્ષિત સ્થળો તરફ દૃોડી રહૃાા છે. કુવૈતી સેનાએ પોતાની એર ડિફેન્સ સિસ્ટમને તાત્કાલિક એક્ટિવ કરી દૃીધી છે, જે દૃુશ્મન તરફથી આવી રહેલી મિસાઈલો અને ડ્રોનને હવામાં જ તોડી પાડી રહી છે.આ દૃરમિયાન અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાન પર સૈન્ય હુમલા કરવાની પુષ્ટિ કરવામાં આવી છે. સેન્ટકોમના જણાવ્યા અનુસાર, ઈરાને આંતરરાષ્ટ્રીય જળસીમામાં ઉડી રહેલા અમેરિકન સ્ઊ-૧ ડ્રોનને તોડી પાડ્યું હતું, જેના જવાબમાં અમેરિકાએ ‘સેલ્ફ-ડિફેન્સ (સ્વ-બચાવ) હેઠળ ઈરાન પર મર્યાદિૃત એરસ્ટ્રાઈક કરી છે. શનિવાર અને રવિવાર દૃરમિયાન કરાયેલા આ હુમલામાં અમેરિકન ફાઈટર એરક્રાટે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન અને બે વન-વે એટેક ડ્રોનને નષ્ટ કરી દૃીધા છે. ઈરાનના ગોરુક વિસ્તાર અને કેશ્મ દ્વીપ પર આવેલા રડાર તેમજ ડ્રોન કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા છે.બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તા નિષ્ફળ જતાં ઈઝરાયલે પણ લેબનાનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા તીવ્ર કરી દૃીધા છે. રવિવારે ઈઝરાયલ દ્વારા લેબનાન પર કરાયેલા જોરદૃાર હુમલામાં અનેક ઈમારતો જમીનદૃોસ્ત થઈ ગઈ હોવાના અહેવાલ છે.
