ખંભાળિયાના સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર જિતેન્દ્ર કણઝારિયા અને સોમનાથના કારડિયા રાજપૂત સમાજના કદાવર નેતા માનસિંહ પરમારનુ ંનામ જાહેર : સોમવારે વિજય મુહુર્તમાં તમામ ઉમેદવારો ફોર્મ ભરશે; 18મીએ મતદાન: ધારાસભ્યોને ગાંધીનગર નહીં છોડવા સૂચના
ભાજપ દ્વારા સૌરાષ્ટ્રના બે મળી રાજ્યસભાના ચાર ઉમેદવારોની ગુરૂવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં નર્મદા નિગમના ચેરમેન રહી ચુકેલા ખંભાળિયાના સ્વર્ગસ્થ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર જિતેન્દ્ર તેમજ સોમનાથમાં કારડિયા રાજપૂત સમાજના કદાવર નેતા માનસિંહ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર થતાં જ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્માની હાજરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસ સ્થાને રાજ્યસભાનીચૂંટણી ની વ્યૂહ રચના અને ઉમેદવારોના સમર્થનમાં જરૂરી આયોજનો અંગેની બેઠકમાં ચર્ચા કરાશે. તમામ ધારાસભ્યોને ગાંધીનગર નહી છોડવા માટે સુચના આપી દેવામાં આવી છે. આમ રાજ્યસભામાં ભાજપે નોરિપીટની થીયરી અમલી બનાવી છે.
ભાજપ દ્વારા ગુરૂવારે ગુજરાતના રાજ્યસભાના ચાર ઉમેદવારની જાહેરાત કરવામાં આવી જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી તથા કડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ શુકલ, અલગ અલગ છ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારની જવાબદારી સંભાળનાર ડો. મુકેશ રાઠવા, ગીર સોમનાથ જિલ્લામાં કારડિયા રાજપૂત સમાજના કદાવર નેતા માનસિંહભાઈ પરમાર અને નર્મદા નિગમના ચેરમેન રહી ચુકેલા ખંભાળિયાના સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર જિતેન્દ્ર કણઝારિયાના નામની જાહેરાત કરવામાં આવી છે.
પ્રભાસપાટણ
વેરાવળ તાલુકાના કાજલી ગામના અને ભાજપના યુવા અગ્રણી માનસિંહભાઈ પરમારની રાજ્ય સભા ના સાંસદ પદે નિમણુંક થતા સમગ્ર ગીર-સોમનાથ જીલ્લામાં ભાજપ કાર્યકરોમાં આનંદ ઉત્સાહની લહેર જોવા મળેલ માનસિંહભાઈ પરમારની રાજકીય પ્રવૃતિઓ 1999 થી શરૂઆત થઈ અને 2002માં ગુજરાત યુનિવર્સિટી (એન્જીનીયરીંગ ફેકલ્ટી) એ.બી.વી.પી સેનેટ ઈલેક્શન વિજેતા તાલુકાના યુવા મોરચા ના પ્રમુખ 2005થી 2008 જુનાગઢ જિલ્લા યુવા મોરચાના ઉપ પ્રમુખ 2008 થી
28 સંઘ જુદ ડાયરેક્ટર, 2019 થી જીલ્લા સહકારી સંઘ જુનાગઢ ચેરમેન, વર્ષ 2010 થી 2013 પ્રદેશ ભારતીય યુવા મોરચાના ઉપ પ્રમુખ તેમજ રાજકોટ મહાનગર અને અમરેલી જીલ્લાના જમ્મુ કશ્મીર, 2014 થી પ્રદેશ કારોબારી સભ્ય, 2015 થી ડાયરેક્ટર નહેરુ યુવા કેન્દ્ર ગીર-સોમનાથ, 2015 થી જીલ્લા પંચાયત સભ્ય ગીર-સોમનાથ, 2016 મહામંત્રી ભાજ5 ગીર-સોમનાથ સહિત ભાજપ પાર્ટીમાં અનેક હોદાઓ ઉપર યુવા વયે સફળતા પૂર્વકની કામગીરી કરેલ અને તેમની આ કામગીરીને ધ્યાને લઈ અને પ્રદેશના હોદ્દેદારોએ માનસિંહભાઈ પરમારને જીલ્લા ભાજપના પ્રમુખ પદે પણ સફળતા પુર્વક કામગીરી કરેલ 2004માં સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ સ્થાનિક કક્ષાએ રાજકીય ક્ષેત્રમાં સક્રિયતા થી કાર્યરત, 2005 ની 2010 માં તાલુકા અને જીલ્લા પંચાયતની ચૂંટણીઓમાં સુત્રાપાડા, તાલાલા, તાલુકાઓમાં પૂર્વક સક્રિય ભૂમીકા નિભાવી, 2002,2007 અને 2012 તથા 2016 (પેટાચુંટણી) ની ગુજરાત વિધાનસભાની ચુંટણીઓમાં તાલાલા, સુત્રાપાડા, બેઠકમાં સક્રિય કામગીરી કરી હતી.
ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય કાર્યાલય દ્વારા ગુરૂવારે જાહેર કરવામાં આવેલી યાદીમાં બીજેપીના રાજ્ય સભાના સાંસદ માટે ગુજરાત રાજ્યના ચાર ઉમેદવારો પૈકી ખંભાળિયાના સતવારા જ્ઞાતિના અગ્રણી કાર્યકર જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણજારીયાની કરવામાં આવેલી જાહેરાતને ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લા અને હાલાર પંથકમાં વ્યાપક આવકાર સાંપળ્યો છે.
ખંભાળિયા શહેરના રામનગર વિસ્તારના રહીશ અને ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર મેઘજીભાઈ કણજારીયા કે જેઓ વર્ષ 2007 માં વિધાનસભાની ચૂંટણીમાં સામા પવને વિજેતા બની અને ધારાસભ્ય થયા હતા. તેમણે આ વિસ્તારના અનેક પ્રશ્નોના નિરાકરણ તથા વિકાસ કાર્યો માટે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. આ પછી તેઓ નર્મદા નિગમના પણ ચેરમેન બની મહત્વની એવી કામગીરી કરી હતી. તેઓ બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી, જામનગર જિલ્લા ભાજપ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા હતા.
વર્ષ 2021 માં તેઓ કોરોનાના કારણે અવસાન પામ્યા બાદ વર્ષ 2021 માં યોજાયેલી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ દ્વારા સ્વ. મેઘજીભાઈ કણજારીયાના પુત્ર જીતેન્દ્રભાઈ કણજારીયાને ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ નોંધપાત્ર મતથી વિજેતા બન્યા હતા. આ પછી જીતેન્દ્રભાઈ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન બન્યા હતા. શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા જીતુભાઈ કણજારીયા મીતભાસી અને સરળ સ્વભાવના કાર્યકર છે.
સોમવારે ભાજપના તમામ ઉમેદવારો વિજય મુહુર્તમાં રાજ્યસભામાં ચૂંટણી માટે પોતાના ઉમેદવારી પત્રો ભરશે. 18મી જૂને મતદાન યોજાસે. વિધાનસભામાં ભાજપ પાસે 161 ધારાસભ્યનું મજબૂત સંખ્યાબળ હોવાથી ચારેય બેઠક પર ભાજપનો વિજય લગભગ નિશ્ર્ચિત મનાઈ રહી છે તો બીજી તરફ કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્ય હોવાથી ચુટણીનું ગણિત તેના પક્ષમાં નથી આમ આ ચારેય ઉમેદવાર બિનહરીફ થશે.
ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં હોય કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ નિવૃત્ત થઈ જશે. એક બેઠક જીતવા 46 મતની જરૂર હોય છે. અને કોંગ્રેસ પાસે માત્ર ગુજરાતમાં 12 ધારાસભ્ય છે.
પરિમલભાઈ નથવાણીએ પસંદગીને આવકારી
ભાજપ દ્વારા આજરોજ જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણજારીયાની કરવામાં આવેલી જાહેરાતને ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ આવકારી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. સતવારા સમાજ દ્વારા જીતુભાઈ કણજારીયા માટેની કરવામાં આવેલી આ જાહેરાતને આવકારી, અહીંના ભાજપના હોદ્દેદારો, કાર્યકરોએ અહીંના જોધપુર ગેઈટ ચોક ખાતે ફટાકડા ફોડી સૌના મોં મીઠા કરાવીને ઉજવણી કરી હતી.
