અગાઉ માર્ચ મહિનામાં પણ વધ્યા હતા ભાવ
એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ ૯૧૩ રૂપિયાથી વધીને હવે ૯૪૨ રૂપિયા થઈ ગયો છે, એટલે કે સીધો ૨૯ રૂપિયાનો વધારો નોંધાયો છે
દૃેશની રાજધાની દિૃલ્હીમાં સામાન્ય નાગરિકોના બજેટને ખોરવતા માઠા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, ૭ જૂનથી દિૃલ્હીમાં ૧૪.૨ કિલોગ્રામવાળા ઘરેલું એલપીજી (ન્ઁય્) સિલિન્ડરની િંકમતમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. ગેસ સિલિન્ડરનો ભાવ ૯૧૩ રૂપિયાથી વધીને હવે ૯૪૨ રૂપિયા થઈ ગયો છે, એટલે કે સીધો ૨૯ રૂપિયાનો વધારો નોંધાયો છે.
દિૃલ્હી-દ્ગઝ્રઇમાં ૧૪.૨ કિલોગ્રામના ઘરેલુ ન્ઁય્ ગેસ સિલિન્ડરનો ભાવ હવે ૯૪૨ રૂપિયા પર પહોંચી ગયો છે. ૫ કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ ૩૩૯ રૂપિયા છે. વધુમાં ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૩,૧૧૩ રૂપિયા પર યથાવત છે. છેલ્લા ત્રણ મહિનામાં ન્ઁય્ સિલિન્ડરના ભાવમાં આ બીજો વધારો છે. અગાઉ ૭ માર્ચના રોજ ૬૦ રૂપિયાનો વધારો કરાયો હતો. પશ્ર્ચિમ એશિયામાં વધતા તણાવ અને વૈશ્ર્વિક ઊર્જા બજારમાં ઉથલપાથલને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણના ભાવમાં વધારો થયો હતો.પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા સાથે ન્ઁય્ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થવાની અટકળો શરૂ થઈ ગઈ હતી. ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા ઈરાન યુદ્ધને કારણે પુરવઠામાં વિક્ષેપ પડ્યો હોવા છતાં ઘરેલુ ન્ઁય્ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો ન હતો. સરકારે ૧ મેના રોજ કોમર્શિયલ ન્ઁય્ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો હતો. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૯૯૩ અને ૫ કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં ૨૬૧નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદૃ ૧ જૂનના રોજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૪૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ન્ઁય્ ગેસ સિલિન્ડરના પુરવઠા અંગે પેટ્રોલિયમ અને કુદૃરતી ગેસ મંત્રાલયે એક સત્તાવાર નિવેદૃનમાં જણાવ્યું હતું કે પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે. કટોકટી છતાં કોઈપણ રિટેલ ગેસ એજન્સીએ ગેસની અછતની જાણ કરી નથી. મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે ન્ઁય્ ગેસ સિલિન્ડરના સંગ્રહ અને કાળાબજારને રોકવા માટે દૃેશભરમાં સતત કાર્યવાહી ચાલી રહી છે. સરકારનું કહેવું છે કે હોર્મુઝ સ્ટ્રેટ કટોકટી છતાં દૃેશભરમાં પેટ્રોલિયમ ઉત્પાદૃનો અને ન્ઁય્ની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ર્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહૃાા છે. વધુમાં બધી રિફાઇનરીઓ ઉચ્ચ ક્ષમતા પર કાર્યરત છે અને તેમના પાસે પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઓઇલનો ભંડાર છે. રિફાઇનરીઓમાં સ્થાનિક ન્ઁય્ ઉત્પાદૃનમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
