પ્રથમ રાઉન્ડમાં ચોમાસાની શરૂઆત ધીમી થવાનું અનુમાન
કેરળમાં ન્ૌઋત્યના ચોમાસાનું વિધિવત રીત્ો આગમન થઈ ગયું છે. કેરળમાં ચોમાસુ બ્ોસી જતા હવે આગામી દિૃવસોમાં આ ચોમાસાની સિસ્ટમ મધ્ય અન્ો પશ્ર્ચિમ ભારત તરફ આગળ વધશે. મહારાષ્ટ્રમાં આગમન કર્યા બાદૃ ચોમાસુ ગુજરાત તરફ આગળ વધશે અન્ો હાલમાં ચોમાસા માટે અનુકૂળ પરિસ્થિતિ હોવાનું હવામાન નિષાણાંતો માની રહૃાાં છે.
હવામાન વિભાગ અન્ો નિષ્ણાંતોના મત્ો આગામી દિૃવસોમાં ચોમાસું આગળ વધશે જો કોઈ ચોમાસાન્ો વિક્ષેપ ઉભી કરે ત્ોવી સિસ્ટમ ઉભી ન થાય તો. ૧૬ જૂન આસપાસ ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રી-મોન્સ્ાૂન એક્ટિવિટીના ભાગરૂપ્ો સારો વરસાદૃ થઈ શકે છે અન્ો ૨૫ જૂન સુધીમાં ગુજરાતમાં સત્તાવાર રીત્ો ચોમાસુ પહોંચે ત્ોવી પ્રબળ શક્યતા છે.
રાજ્યમાં સામાન્ય રીત્ો ચોમાસાનું વિધિવત આગમન ૧૫ થી ૨૫ જૂન દૃરમિયાન થતું હોય છે. આ વર્ષે કેરળમાં ચોમાસાના પ્રવેશ બાદૃ ત્ોની ગતિન્ો ધ્યાનમાં રાખતા રાજ્યમાં ચોમાસુ જૂનના મધ્ય અથવા અંતિમ સપ્તાહમાં પહોંચવાની શક્યતા છે.
દૃક્ષિણ ગુજરાત અન્ો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ૧૫ થી ૨૦ જૂન દૃરમિયાન ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે અન્ો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ૨૫ જૂન સુધીમાં ચોમાસુ સત્તાવાર રીત્ો બ્ોસી જાય ત્ોવી સંભાવના છે. ચોમાસાના આગમન પ્ાૂર્વે રાજ્યના અન્ોક વિસ્તારોમાં ગાજવીજ, વીજ કડાકા અન્ો પવન સાથે પ્રી-મોન્સ્ાૂન વરસાદૃની શરૂઆત થઈ ગઈ છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆતના જૂન મહિનામાં પણ સરેરાશ કરતા ઓછો વરસાદૃ પડશે એટલે કે ચોમાસાની શરૂઆતથી વરસાદૃમાં ઘટ આવી શકે છે.
