પોરબંદરના બે યુવાનો ઈઝરાયેલની ક્રિકેટ ટીમમાં પામ્યા સ્થાન

યુરોપિયન ક્લબ ચેમ્પિયનશિપ 2026માં દાખવશે કાંડાનું કૌવત: પોરબંદરના ક્રિકેટપ્રેમીઓએ પાઠવી શુભેચ્છા

પોરબંદરના બે યુવાનો ઈઝરાયેલની ક્રિકેટ ટીમમાં સ્થાન પામ્યા છે તેથી પોરબંદરના ક્રિકેટપ્રેમીઓએ શુભેચ્છા પાઠવી છે. પોરબંદર જિલ્લા માટે ગૌરવ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે. પોરબંદરના મૂળ વતની બે યુવાનો ઈઝરાયેલની ક્લબ ક્રિકેટ ટીમ સુપર લાયન્સ લોડ સીસી માં સ્થાન પામ્યા છે અને હાલ યુરોપમાં રમાઈ રહેલી ઇ.સી.એ. ક્લબ ચેમ્પિયન્સ કપ 2026 માં ભાગ લઈ રહ્યા છે.
ટીમની સંપૂર્ણ સ્કવોડ
ઇ.સી.એ. ક્લબ ચેમ્પિયન્સ કપ 2026 માટે જાહેર થયેલી 14 સભ્યોની ટીમમાં આ ખેલાડીઓનો સમાવેશ થાય છે.કેપ્ટન યોગેવ નાગવકર, વાઇસ કેપ્ટન સુબોધા કુરુકુલસૂરિયા મંગોડા, રૂબેન બામનોલકર, જિતેશ ગંગાધર બંગેરા, રોશન બંગેરા, એયાલ ભોંકર, અજયકુમાર લાખમણભાઈ ખૂંટી – પોરબંદર, સ્નીર મસીલ, યાઈર નાગવકર, હનન યેફેથ નાગવકર, વારના સમુદ્ર લસન્થા નારાયણ, રાહુલ લાખમણભાઈ ઓડેદરા – પોરબંદર, જોન્સન વરુલકર, એવિએલ વારસુલકરનો સમાવેશ થાય છે.
પોરબંદરના બે યુવાનોને સ્થાન
પોરબંદરના અજયકુમાર ખૂંટી અને રાહુલ ઓડેદરાની પસંદગી થતાં પોરબંદર સહિત સમગ્ર હાલાર પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે. બંને યુવાનો ઈઝરાયેલની ટીમમાં સ્થાન પામનારા પ્રથમ ગુજરાતી ખેલાડી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ટુર્નામેન્ટની વિગત
ઇ.સી.એ. ક્લબ ચેમ્પિયન્સ કપ 2026 નું આયોજન 7 જૂન 2026 સુધી રોમાનિયાના બુકારેસ્ટ ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ માં કરવામાં આવ્યું છે. સુપર લાયન્સ લોડ સીસી ટીમ ગ્રુપ- બી માં છે. આ ઉપરાંત ઈઝરાયેલ ક્રિકેટ ટીમ જુલાઈ 2026 માં ઇ.સી.એ.મેન્સ ચેમ્પિયનશિપ રોમાનિયા ખાતે અને ઓગસ્ટ 2026 માં ટી 20 વર્લ્ડ કપ ક્વોલિફાયર ફિનલેન્ડ ખાતે રમવાની છે.પોરબંદરના આ બંને યુવાનો સારુ પ્રદર્શન કરે અને ટીમને વિજય અપાવે તેવી પોરબંદરના રમતપ્રેમીઓ અને શહેરીજનોએ શુભેચ્છાઓ પાઠવી છે. ઇઝરાયેલની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં પહેલી વખત બે ભારતીયોનો થયો સમાવેશ પોરબંદરના વતની એવા ઇઝરાયેલની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં સ્થાન પામેલા રાહુલ ઓડેદરાએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે ઇઝરાયેલની ક્રિકેટ ટીમના ઇતિહાસમાં પહેલી વખત બે ભારતીયોનો સમાવેશ થયો છે અને એ બંને ગુજરાતી તથા પોરબંદરના છે જે ગૌરવની બાબત છે.

રિલેટેડ ન્યૂઝ