તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા લાયન્સ કલબ જેતપુર મેઈનના પ્રેસિડેન્ટ લાયન પ્રકાશ પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ શપથગ્રહણ સમારોહ ” ભાતૃત્વમ ” પ્રસંગે કલબના વર્ષ 2026/27 ના લાયન્સ કલબ જેતપુર મેઈન પ્રેસિડેન્ટ લાયન ભાવિક માંગરોલીયા , સેક્રેટરી લાયન વિમલ શાહ ટ્રેઝરર લાયન કૌશિક તેરૈયા તેમજ લીયો કલબ જેતપુર પ્રિન્સ પ્રેસિડેન્ટ લીયો ધવલ ઉંધાડ, સેક્રેટરી લીયો મીત વેકરીયા, ટ્રેઝરર લીયો મયંક શીંગાળા,મલ્ટીપલ એવોર્ડ વિજેતાઓ તેમજ ઉપસ્થિત લાયન્સ પદાધિકારીઓનુ ખેસ, મોમેન્ટમ વિગેરે એનાયત કરી લાયન્સ કલબ વિસાવદર દ્વારા સન્માનિત કરવામાં આવેલ.
આ પ્રસંગે ઈન્સ્ટોલિગ ઓફીસર તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઈલેકટ એમજેએફ લાયન ડો. હાર્દિક મહેતા,સેક્ધડ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઈલેકટ એમજેએફ લાયન જયકિશન દેવાણી, લાયન્સ કલબ જેતપુર (મેઈન)ના મેન્ટર પીએમજેએફ. પીડીજી લાયન ડો.પી.સી.જોશી એલસીઆઈપી, ઈન્ડેકશન ઓફીસર તરીકે પીએમજેએફ. પીએમસીસી લાયન દિવ્યેશ સાકરિયા, લિયો ચેરપર્સન લાયન વિમલ ધોરેચા ડિસ્ટ્રિક્ટ 3232જે, સહિતના ખાસ ઉપસ્થિત રહેલ તેમજ વિસાવદર લાયન્સ કલબ દ્વારા કલબના પ્રેસિડેન્ટ તેમજ ઝોન ચેરમેન લાયન રમણીક ગોહેલ, વિસાવદર કલબના મેન્ટર અને માર્ગદર્શક લાયન ભાસ્કરભાઈ જોશી, કલબના સેક્રેટરી લાયન ભાવેશ પદમાણી તેમજ ટ્રેઝરર લાયન રાજેશ પંડયા સહિતનાં ઉપસ્થિત રહી નવા વરાયેલા હોદેદારોને સન્માનિત કરેલ. સમારોહ દરમિયાન જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિગ એસો. પ્રમુખ જયંતીભાઈ રામોલિયા, જેતપુર જીમખાના પ્રમુખ પ્રવિણભાઈ ગજેરા, જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સના સેક્રેટરી હરેશભાઈ ગઢીયા તેમજ વિવિધ કલબોના હોદેદારો સહિત બહોળી સંખ્યામાં લાયન્સ પરિવાર ખાસ ઉપસ્થિત રહેલ સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન લાયન ડો. જીતેન્દ્ર ભાલોડીયા દ્વારા કરવામાં આવેલ.
