શાળાઓમાં મુખ્ય શિક્ષકના ચાર્જના નિયમમાં શિક્ષણ વિભાગ દ્વારા ફેરફાર

મંજુર મહેકમમાં જગ્યા ખાલી હશે ત્યાં સિનિયર શિક્ષકને જવાબદારી સોંપાશે : નવી ગાઈડલાઈન જાહેર

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ તથા પગાર કેન્દ્ર શાળાઓમાં મુખ્યશિક્ષકનો ચાર્જ સોંપવાની પ્રક્રિયામાં એકરૂૂપતા, વહીવટી સ્પષ્ટતા અને શૈક્ષણિક હિત જળવાઈ રહે તે હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના તા.06/06/2026ના પરિપત્ર દ્વારા અગાઉ તા.17/01/ 2026ના જાહેર કરાયેલ પરિપત્રને રદ કરીને નવી કાયેપદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. શિક્ષણ વિભાગે નોંધ્યું છે કે જિલ્લા અને તાલુકા કક્ષાએ મુખ્યશિક્ષકના ચાર્જ બાબતે જુદા-જુદા અર્થઘટનો થતાં વહીવટી મુશ્ર્કેલીઓ ઊભી થતી હતી. આથી સમગ્ર રાજ્યમાં એકસરખી અને પારદર્શક પદ્ધતિ અમલમાં રહે તે માટે વિગતવાર સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. નવી જોગવાઈ મુજબ જ્યાં સરકારી પ્રાથમિક શાળામાં ઇંઝઅઝ મુખ્યશિક્ષકનું મહેકમ મંજૂર ન હોય, ત્યાં તે જ શાળાના ખાતામાં દાખલ તારીખ મુજબના સિનિયર શિક્ષકને મુખ્યશિક્ષક તરીકેની કામગીરી સોંપવામાં આવશે. જ્યાં ઇંઝઅઝ મુખ્યશિક્ષકનું મહેકમ મંજૂર થયેલ હોય પરંતુ જગ્યા ખાલી હોય, ત્યાં શૈક્ષણિક અને વહીવટી કામગીરીમાં વિક્ષેપ ન પડે તે માટે 15 કિ.મી.ની ત્રિજ્યામાંથી સૌથી સિનિયર ઇંઝઅઝ મુખ્યશિક્ષકને વધારાના ચાર્જની જવાબદારી સોંપવામાં આવશે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આવા મુખ્યશિક્ષકને માત્ર એક જ વધારાની શાળાનો ચાર્જ આપવામાં આવશે. તાલુકા અથવા નગર વિસ્તારમાં ઇંઝઅઝ મુખ્યશિક્ષકોની સંખ્યા ઓછી હોય તેવી પરિસ્થિતિમાં વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળાઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. જો તમામ જોગવાઈઓનેધ્યાનમાં લેતા પણ કોઇ શાળામાં ઇંઝઅઝ મુખ્યશિક્ષકનો ચાર્જ સોંપી શકાય તેમ ન હોય, તો તે શાળાના સિનિયર શિક્ષકને મુખ્યશિક્ષક તરીકેનો ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સોંપવામાં આવશે. પરિપત્રમાં ચાર્જ સ્વીકારવામાં ઇનકાર કરનાર શિક્ષકો અંગે પણ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. જો કોઇ સિનિયર શિક્ષક ચાર્જ સ્વીકારવા માટે ઇનકાર કરે તો તેમના રજૂ કરેલ કારણો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અથવા શાસનાધિકારી દ્વારા યોગ્ય ગણાશે તો જ આગળના સિનિયર શિક્ષકને ચાર્જ સોંપી શકાશે. જો કારણો યોગ્ય ન ગણાય તો સરકારની સૂચનાનો ભંગ કરવા બદલ કારણદર્શક નોટિસ આપી શિસ્તભંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે જ આ બાબતની નોંધ 50 વર્ષ અને 55 વર્ષની સેવાકીય સમીક્ષા દરમિયાન લેવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ