ભારતના ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદૃીની સૌથી લાંબો સમય સુધી સ્ોવા આપવાના અને મોદૃીના ન્ોત્ાૃત્વ હેઠળ કેન્દ્રની એનડીએ સરકારના ૧૨ વર્ષ પ્ાૂર્ણ કર્યાની ઉજવણી નિમિત્તે નવી દિૃલ્હીમાં ભારત મંડપમ ખાત્ો મળેલી કેન્દ્રીય મંત્રીઓ, એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ ત્ોમજ અન્ય ન્ોતાઓની બ્ોઠક દૃરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી ત્ોમની સાથે ગ્ાૃપ પોઝ આપી રહૃાા છે, પીએમ મોદૃીની આ સિધ્ધીની દૃેશભરમાં ઉજવણી કરવામાં આવશે.
એનડીએ સરકારે 12 વર્ષ પુરા કરતા ભારત મંડપમમાં ભાજપે મંથન કર્યું
વડાપ્રધાન મોદી તરફથી પુર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડવા પર કેન્દ્રીય કેબીનેટમાં સરાહના પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, આ પહેલા ભાજપના ટોચના નેતાઓએ એનડીએ સરકારના 12 વર્ષ પુરા થવા પર ભારત મંડપમમાં મંથન કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ ચુંટાયેલા વડાપ્રધાન તરીકે 4399 દિવસોના કાર્યકાળની સાથે પુર્વ વડાપ્રધાન નહેરુની રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આ તુલના માટે નહેરુના 1952 બાદના કાર્યકાળને આધાર માનવામાં આવ્યો છે, કારણ કે દેશની પહેલી સામાન્ય ચુંટણી થતા પહેલા 1947 થી 1952 દરમિયાન તેઓ વચગાળાની સરકારના પ્રમુખ હતા.
મંત્રીમંડળના સભ્યોએ વડાપ્રધાન મોદીનું ઉભા થઈને અભિવાદન કર્યું હતું. તેમણે 2014 પહેલા શપથ ગ્રહણ સમારોહને લઈને 2019માં સતત જનાદેશ હાંસલ કરીને 2024માં સતત ત્રીજીવાર ઐતિહાસિક કાર્યકાળ મેળવવા સુધી દેશની સેવા કરી છે.
આ પહેલા કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબીન કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે ભારત મંડપમમાં એનડીએ સરકારના 12 વર્ષ પુરા થવાના અવસરે પાર્ટી દ્વારા આયોજીત એક સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એનડીએની સરકારના 12 વર્ષ પુરા થવા પર ભાજપે મનોમંથન કર્યું હતું. દરમિયાન અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર વડાપ્રધાન મોદીને શુભકામના પાઠવી છે.
