પશ્ર્ચિમ એશિયામાં ફરી ભીષણ યુધ્ધની આગ ભડકી
અમેરિકી હુમલામાં ઇરાનની એર ડિફેન્સ સિસ્ટમ, રડારન્ો નુકસાન
ઇરાન્ો જવાબમાં કુવૈત, બહેરીન, જોર્ડનન્ો મિસાઇલો ઝીંકી હચમચાવ્યા
મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં લાંબા સમયથી જે મોટા સૈન્ય સંઘર્ષની આશંકા સેવાઈ રહી હતી, તે આખરે હકીકતમાં બદૃલાઈ ગઈ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ સીધી લશ્કરી કાર્યવાહીના આદૃેશ આપી દૃીધા છે, જેના પગલે પશ્ર્ચિમ એશિયામાં યુદ્ધની આગ ફરી એકવાર ભીષણ રીતે ભડકી ઉઠી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝ જળડમરૂમધ્ય) પાસે અમેરિકાના અત્યંત આધુનિક અપાચે એટેક હેલિકોપ્ટરને તોડી પાડવામાં આવ્યા બાદૃ અમેરિકાએ આ અત્યંત કડક પગલું ભર્યું છે. અમેરિકન સેનાએ ઈરાનના અનેક વ્યૂહાત્મક સૈન્ય મથકો પર એકસાથે તબડતોડ હુમલા શરૂ કરી દૃીધા છે. જો કે, તેહરાન આ આરોપોનો ઈનકાર કરી રહૃાું છે. અમેરિકાએ ઈરાનના એર ડિફેન્સ સિસ્ટમ, રડાર કેન્દ્રો અને મુખ્ય સૈન્ય પ્રતિષ્ઠાનોને નિશાન બનાવ્યા છે. પ્રાથમિક અહેવાલો મુજબ, અમેરિકાએ અબ્બાસ સહિત ઈરાનના ૩ મહત્વના સૈન્ય ઠેકાણાઓ પર એકસાથે મિસાઈલ અને હવાઈ હુમલા કર્યા છે, જેના કારણે ઈરાનના સૈન્ય વિસ્તારો ધડાકાઓથી ગુંજી ઉઠ્યા છે.આ તરફ ઈરાને પણ અમેરિકાને જડબાતોડ જવાબ આપવાની કસમ ખાધી છે અને કેટલીક મિસાઈલો દૃાગીને પલટવાર પણ કર્યો છે. વિશ્ર્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગોમાં સામેલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી એકવાર જંગનું મેદૃાન બનતા વૈશ્ર્વિક સ્તરે ક્રડ ઓઈલ અને ગેસની સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની િંચતા વધી ગઈ છે, જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજારો અને સુરક્ષા પર પડી શકે છે.
ઈરાને પણ ખાડી ક્ષેત્રમાં મોજુદૃ અમેરિકાના સૈન્ય મથકો પર જોરદૃાર જવાબી હુમલા શરૂ કરી દૃીધા છે. તેણે કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકન સૈન્ય મથકોને હચમચાવવાનું શરૂ કર્યું છે. બંને દૃેશોમાં હવાઈ હુમલાના સાયરન વાગી રહૃાા છે. આ દૃરમિયાન જોર્ડનમાં એફ૩૫ના હેંગરને પણ નષ્ટ કર્યાની માહિતી સામે આવી છે. ઈરાની સૈન્ય કમાને દૃાવો કર્યો છે કે દૃક્ષિણ ઈરાનમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલી આક્રમકતાના જવાબમાં આ મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. બંને શક્તિશાળી દૃેશો વચ્ચે શરૂ થયેલા આ હુમલા અને વળતા હુમલાના કારણે સમગ્ર પશ્ર્ચિમ એશિયામાં ભયાનક યુદ્ધ ફાટી નીકળવાની દૃહેશત ઊભી થઈ છે.ઈરાનની સર્વોચ્ચ સૈન્ય કમાન ‘ખાતમ અલ-અંબિયા એ સત્તાવાર રીતે દૃાવો કર્યો છે કે દૃક્ષિણ ઈરાનમાં અમેરિકાના આક્રમક પગલાં ના જવાબમાં કુવૈત અને બહેરીનમાં આવેલા કેટલાક અમેરિકન સૈન્ય મથકોને સીધા નિશાન બનાવીને તોડી પાડવામાં આવ્યા છે.
ઓમાન નજીક જહાજ પર હુમલો, ૩ ભારતીયો લાપત્તા
૨૧ ક્રુ મેમ્બર્સ્ો બચાવી લેવાયા
વિદૃેશ મંત્રાલયે એક નિવેદૃનમાં જણાવ્યું હતું કે, “અમે આજે વહેલી સવારે ઓમાનના દૃરિયાકાંઠે વ્યાપારી જહાજ સેટ્ટેબેલો પર થયેલા હુમલાની િંનદૃા કરીએ છીએ. જહાજમાં સવાર ૨૪ ભારતીય ક્રૂમાંથી અત્યાર સુધીમાં ૨૧ ભારતીયોને બચાવી લેવામાં આવ્યા છે અને ૦૩ ભારતીયો લાપતા હોવાના અહેવાલ છે. ઓમાનમાં અમારું દૃૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહૃાું છે અને ચાલી રહેલી શોધ અને બચાવ કામગીરીમાં ઓમાનના અધિકારીઓ સાથે સક્રિયપણે સંકલન કરી રહૃાું છે.” આઘટનાનો ઉલ્લેખ કરતા તેણે ઉમેર્યું, “ક્ષેત્રમાં શિિંપગ પર હુમલાની સતત ઘટનાઓ ખૂબ જ િંચતાજનક છે અને આ ક્ષેત્રમાં ચાલી રહેલા સંઘર્ષનું સીધું પરિણામ છે.
