૭૫૦ ડોલર વધુ ચૂકવો તો અમેરિકન બી૧/બી૨ વિઝા માટે ૧૦ દિવસમાં જ ઇન્ટરવ્યુ

અમેરિકા જવા ઇચ્છતાં અને વિઝા ઈન્ટરવ્યુની તારીખ માટે લાંબુ વેઇટિંગ ભોગવતાં પ્રવાસીઓ તેમજ બિઝનેસમેનો માટે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકી વિદેશ મંત્રાલય આગામી 1 જુલાઈથી એક ખાસ પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે, જે અંતર્ગત અરજદારો વધારાની નક્કી કરેલી ફી ચૂકવીને માત્ર 10 બિઝનેસ દિવસની અંદર પોતાનાં વિઝા ઈન્ટરવ્યુનો સ્લોટ બુક કરાવી શકશે. આ નવી પ્રીમિયમ સુવિધા આગામી 31 ડિસેમ્બર, 2026 સુધી કાર્યરત રાખવામાં આવશે.
અમેરિકાના સત્તાવાર જાહેરનામાં અનુસાર, જે પ્રવાસીઓ ટુરિસ્ટ કે બિઝનેસ વિઝા એટલે કે ઇ1/ઇ2 વિઝા મેળવવા માંગે છે તેઓ સામાન્ય ફી ઉપરાંત વધારાનાં 750 ડૉલર ચૂકવીને આ ઝડપી એપોઇન્ટમેન્ટ સેવાનો લાભ લઈ શકશે.

રિલેટેડ ન્યૂઝ