મધ્યપ્રદૃેશમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ઉમેદૃવારનું ઉમેદૃવારી નકારી કાઢવામાં આવ્યું છે. ભાજપના વાંધા બાદૃ રિટર્નિંગ ઓફિસરે આ નિર્ણય લીધો છે. મીનાક્ષી નટરાજનને રાહુલ ગાંધીના નજીકના નેતા માનવામાં આવે છે. મંગળવારે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો, ત્યારબાદૃ રિટર્નિંગ ઓફિસરે મીનાક્ષી નટરાજનને પોતાનો કેસ રજૂ કરવા માટે સમય આપ્યો હતો. મીનાક્ષી નટરાજનનો પક્ષ જાણ્યા બાદૃ તેમનું નામાંકન ફગાવી દૃેવામાં આવ્યું છે.
ભાજપના નેતા રાહુલ કોઠારીએ મીનાક્ષી નટરાજનના નામાંકનને પડકાર્યો હતો.
