કોઇ વાંધાજનક વસ્તુ ન મળતા તંત્રન્ો હાશકારો:શહેરના સંયુકત પોલીસ કમિશ્ર્નર શરદૃ િંસઘલે શરૂ કરી તપાસ
અમદૃાવાદૃ અને ગાંધીનગરમાં આજથી આગામી તા.૩૦ સપ્ટેમ્બર દૃરમ્યાન બોમ્બ બ્લાસ્ટ કરવા બાબત્ો ધમકીભર્યો ઇ-મેઇલ કરતા સુરક્ષા એજન્સીઓ દૃોડતી થઇ ગઇ હતી.
જો કે, જુદૃા-જુદૃા સમયે સીએમઓ (મુખ્યમંત્રી કાર્યાલય) એએમસી અને આરએસએસ કાર્યાલયન્ો ઉડાવી દૃેવાની ધમકી બાબત્ો પોલીસ્ો તપાસ કરતા કોઇ વાંધાજનક વસ્તુ મળી ન આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ આજે ગાંધીનગર ખાત્ોની સીએમ ઓફિસન્ો બપોરે ૧-૧૧ વાગ્યે, અમદૃાવાદૃના દૃાણાપીઠ વિસ્તારની અમદૃાવાદૃ મ્યુનિ. કોર્પો.ની કચેરીન્ો બપોરના ૩-૧૧ વાગ્યે અન્ો કાંકરિયા વિસ્તારના આરએસએસ કાર્યાલયન્ો સાંજના ૫-૧૧ વાગ્યે બ્લાસ્ટ કરી ઉડાવી દૃેવૌનો ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો હતો.
ત્ોથી ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાત્ો ઉચ્ચ પોલીસ અદિૃકારીઓ સ્ટાફ ત્ોમજ બીડીડીએસ અને ડોગ સ્કવોડ ત્યાં દૃોડી ગયો હતો. ત્ોઓએ તપાસ શરૂ કરી હતી જો કે, ત્યાંથી કોઇ વાંધાજનક વસ્તુ મળી ન આવતા તમામે હાશકારો અનુભવ્યો હતો. ત્ોમજ રાબ્ોતા મુજબની કાર્યવાહી શરૂ કરી હતી.
જ્યારે કારંજ પીઆઇ વાઘેલા તથા સ્ટાફ ધમકી પગલે દૃાણાપીઠ ખાત્ોની એએમસીની મુખ્ય કચેરીએ પહોંચ્યાહતા ત્ોઓએ ફાયર બ્રિગ્ોડ, બીડીડીએસ (બોમ્બ ડિકેટશન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ) અને ડોગ સ્કવોડની મદૃદૃથી તપાસ શરૂ કરી હતી એએમસી કચેરી ખાલી કરાવી હતી. પોલીસ્ો સરદૃાર પટેલ ભવનમાં ચેકીંગ કર્યું હતું પરંતુ કોઇ વાંધાજનક વસ્તુ મળી ન હતી.
ત્ોવી જ રીત્ો મણિનગર પીઆઇ જાડેજાની ટીમ બીડીડીએસ, ડોગસ્કવોડ અને ફાયર બ્રિગ્ોડની ટીમ કાંકરિયા વિસ્તારના આરએસએસ કાર્યાલય પહોંચ્યા હતા
અને ઝીંણવટભરી તપાસ કરી હતી ત્યાંથી પણ કોઇ વાંધાજનક વસ્તુ મળી ન આવી હતી.
આમ ધમકી આપી હતી ત્ો સ્થળોએથી કોઇ વાંધાજનક વસ્તુ મ મળતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. આ ધમકીભર્યો ઇ-મેઇલ ખાલિસ્તાન ન્ોશનલ આર્મી દ્વારા આપવામાં આવી હોવાનો ત્ોમાં ઉલ્લેખ થયો હતો.
આ ધમકીની ગંભીરતાન્ો લઇ શહેર ક્રાઇમ બ્રાંચના સંયુકત કમિશ્ર્નર શરદૃ િંસઘલે તપાસ શરૂ કરી હતી ત્ોઓએ રાજ્યના પોલીસ વડા જીએસ મલિક સાથે પણ આ બાબત્ો વાતચીત કરી હતી. અગાઉ કોર્ટ ત્ોમજ શાળાઓન્ો બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દૃેવાની ધમકીઓ મળી હતી. પરંતુ આજે આ ત્રણ સંવેદૃનશીલ અને મહત્વના સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું અને ઝીંણવટભરી તપાસ હાથ ધરી હતી સાયબર ક્રાઇમની ટીમે પણ આ ઇ-મેઇલ બાબત્ો તપાસ શરૂ કરી હતી.
