હવે આધારના વેરિફિકેશન માટે લોકોએ આધાર કાર્ડની ફોટો કોપી કે કોઇ દસ્તાવેજ આપવાની જરૂર નહીં રહે. ભારતીય વિશિષ્ટ ઓળખ ઓથોરિટી (યુઆઇડીએઆઇ)એ તેના માટે એક નવી એપ તૈયાર કરી છે. આ એપમાં ક્યુઆર કોડ સ્કેન કરતા જ આધાર વેરિફિકેશન થઇ જશે. આ નવી વ્યવસ્થાથી આધાર સાથે સંકળાયેલી છેતરપિંડી અને ઠગાઇના મામલામાં ઘટાડો આવવાની આશા છે. દિલ્હી સરકારે પોલીસ હોમગાર્ડ, તિહાર જેલ, એફએસએલ, અદાલતો અને ફાયર બ્રિગેડ સહિત અનેક એજન્સીઓને આ એપનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ તેમજ માહિતી ટેકનોલોજી મંત્રાલયે આ બારામાં બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખી સલાહ આપી છે કે હોટેલ, ગેસ્ટ હાઉસ, હોસ્પીટલ, પરીક્ષા કેન્દ્રો જેવા સ્થળો પર આધાર એપથી ઓફલાઇન વેરિફિકેશનની વ્યવસ્થા અપનાવવામાં આવે.
રિલેટેડ ન્યૂઝ
-
કોટેશ્ર્વરથી ઍરપૉર્ટ સુધીનો ૬ કિ.મી.નો રૂટ અમદાવાદ મેટ્રોના ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી
અમદૃાવાદૃવાસીઓ અને સમગ્ર ગુજરાત માટે આજે એક ખુબ જ મહત્વના અને આનંદૃના સમાચાર સામે આવ્યા છે.... -
નવ રાષ્ટ્રીય મહામંત્રીઓમાં ભાજપ 3 મહિલાઓને સ્થાન આપી શકે અધિક માસ પુરો થતા જ નીતીન નબીનની નવી ટીમ જાહેર થશે
38 સભ્યોની રાષ્ટ્રીય ટીમ રચવા ધમધમાટ: 13 મહિલાઓ હશે: ગુજરાત સહિતના રાજયોના નવા પ્રભારી આવશે નવી... -
વિશ્ર્વનો સૌથી મોટો સ્પેસ-એક્સનો આઇપીઓ ખુલતા પૂર્વે જ ત્રણ ગણો છલકાઇ ગયો
એલન મસ્કના પાર્ટનર બનવા રોકાણકારો તુટી પડયાં વિશ્વનાં સૌથી ધનાઢ્ય બિઝનેસમેન એલન મસ્કની અંતરિક્ષ સંશોધન કંપની...
