ખેડુત મહિલા સાથે મોબાઈલથી સંપર્કમાં હતા : ડરાવી-ધમકાવી રૂા. 3 લાખની માંગ કરેલી
સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે રહેતા એક ખેડૂત છેલ્લા એક મહિનાથી એક મહિલા સાથે સાથે વાતચીત કરતા હોય અને આ મહિલા સાથે તે જ ગામે રહેતા અન્ય લોકો સાથે સંપર્કમાં હોય જેથી આ ખેડૂત પાસે પૈસા પડાવવાનુ ગુનાહિત કાવતરૂ રચી આ મહીલા મૃતકની વાડીએ આવી હતી. તે દરમ્યાન બે અજાણ્યા પુરૂષો મરણજનારની વાડીએ આવી ડરાવી ધમકાવીને રૂપિયા 3,00,000 માંગણી કરી હતી. અને યેનકેન પ્રકારે માનસીક રીતે હેરાન પરેશાન કરી ખેડૂતને મરવા માટે મજબુર કરતા ખેડૂતે પોતાની જાતે તેની વાડીમાં આવેલ લીમડાના ઝાડ સાથે દોરડા વડે ગળાફાસો ખાઈ આપધાત કરી લેતા પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામના વતની અને હાલ સુરત રહેતા પરેશભાઇ હીમંતભાઇ સુહાગીયા નામના 33 વર્ષીય યુવકના પિતા હીમંતભાઇ સુહાગીયા છેલ્લા એકાદ મહીનાથી મોબાઈલ ફોન ઉપયોગ કરનાર હિના નામની મહીલા સાથે વાતચીત કરતા હતા. અને આ હીના નામની મહિલા સાથે લીખાળા ગામે રહેતા ભોળાભાઇ રામભાઇ સિંધવના સંપર્કમાં હોય જેથી લીખાળા ગામે રહેતા આરોપી રોહીતભાઈ કડવાભાઇ વેકરીયા, ભોળાભાઇ રામભાઇ સિંધવ તથા મોબાઈલનો ઉપયોગ કરનાર હિના નામની મહીલા તથા બે અજાણ્યા પુરૂષોઓએ જેઓએ મૃતક હીમંતભાઇ સુહાગીયા પાસે પૈસા પડાવવાનુ કાવતરૂ રચી ગત તા.22/5/26 ના રોજ રાત્રીના સમયે હિના નામનીઆ મહીલા મૃતક હીમંતભાઇ સુહાગીયાની વાડીએ આવી હતી. અને આ હીના નામની મહીલા વાડીએ હાજર હોય તે દરમ્યાન બે અજાણ્યા પુરૂષો ઇસમો મરણજનારની વાડીએ આવી મૃતકને ડરાવી ધમકાવીને રૂપિયા 3,00,000 માંગણી કરી ખેડૂતને યેનકેન પ્રકારે માનસીક રીતે હેરાન પરેશાન મરી જવા માટે મજબુર કરતા ખેડૂતે ગત તા.23/5/26 ના રાત્રે 12/30 થી વહેલી સવારના કલાક- 6/30 દરમ્યાન લિખાળા ગામે ભેકરા રોડે પોતાની જાતે તેની વાડીમાં આવેલ લીમડાના ઝાડ સાથે દોરડા વડે ગળાફાસો ખાઈ આપધાત કરી લેતા આ કાવતરાના ભાગરૂપે મરણજનારની બાજુમાં આવેલ વાડીવાળા રોહિતભાઇ કડવાભાઇ વેકરીયાએ મરણજનારની વાડીએ આવી અને બંને પક્ષની વચ્ચે રહીને રૂપિયા 1,50,000 આપવાનું નકકી કરાવી અને વાડીએથી મરણજનાર સાથે રોહીતભાઈ વેકરીયા મરણજનારના ઘર પાસે ગયેલા હતા. અને મરણજનારે પોતાના ઘરેથી રોકડા રૂપિયા 80,000 લઈ આવી અને મરણજનારની વાડીએ હાજર હિના નામની મહીલા તથા બે અજાણ્યા પુરૂષોને રોહીતભાઇએ પૈસા અપાવી દઈ બાકીની રકમ સવારે આપવાનુ કહી મરણજનારને યેનકેન પ્રકારે માનસીક રીતે હેરાન પરેશાન કરી માનસીક ત્રાસના કારણે મરણજનાર મરવા માટે મજબુર કરતાગત તા.23/5/26 ના રાત્રે 12/30 થી વહેલી સવારના કલાક 6/30 દરમ્યાન લિખાળા ગામે ભેકરા રોડે પોતાની જાતે તેની વાડીમાં આવેલ લીમડાના ઝાડ સાથે દોરડા વડે ગળાફાસો ખાઈ આપધાત કરી લેતા હીમંતભાઇ સુહાગીયાનું મોત નિપજતા આ અંગે સાવરકકુંડલા રૂરલ પોલીસમાં આરોપી રોહીતભાઈ કડવાભાઇ વેકરીયા, ભોળાભાઇ રામભાઇ સિંધવ તથા મોબાઈલ ફોનનો ઉપયોગ કરનાર હિના નામની મહીલા તથા બે અજાણ્યા પુરૂષો સામે ફરિયાદ નોંધાય છે.
