ચોમાસુ બિહાર પહોંચ્યુ:બિહાર અને યુપીમાં વાવાઝોડાથી કુલ ૯ના મોત

ન્ૌઋત્યનું ચોમાસુ બિહાર અને પ્ાૂર્વીય ઉત્તર પ્રદૃેશ પહોંચ્યું છે બિહારમાં ભારે વરસાદૃ સાથે વીજળી પડવાથી પાંચ લોકોના મોત થયા છે. તો ઉત્તર પ્રદૃેશમાં વાવાઝોડાના કારણે પ્ોટ્રોલ પંપની છત ધરાશાયી થતા ચાર લોકોના મોત થયા છે. ૨૨ રાજ્યોમાં વરસાદૃના જારી એલર્ટ વચ્ચે હાલ ચોમાસુ મહારાષ્ટ્રન્ો ઘમરોળી રહૃાું છે, સાંગલી શહેરમાં પડી રહેલા ધોધમાર વરસાદૃમાં બ્ો મહિલાઓ એક જ છત્રીના સહારે રસ્તા પર પસાર થઇ રહી છે.

દિૃલ્હી સહિત ૨૨ રાજ્યોમાં આંધી-વરસાદૃનું એલર્ટ

ચોમાસું બિહાર પહોંચ્યું, વીજળી પડવાથી ૫ લોકોના મોત:યુપીમાં વાવાઝોડાને કારણે પેટ્રોલ પંપની છત ધરાશાયી, ૪ લોકોના મોત; ૨૨ રાજ્યોમાં વરસાદૃનું એલર્ટ
ગુરુવારે ચોમાસાએ બિહારમાં એન્ટ્રી કરી છે. આ સાથે જ ચોમાસું ૧૭ રાજ્યોમાં પહોંચી ગયું છે. જ્યારે તેલંગાણા અને આંધ્ર પ્રદૃેશમાં પણ ચોમાસું આગળ વધ્યું છે. ચોમાસું આગામી ૨-૩ દિૃવસમાં છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને યુપીમાં એન્ટ્રી કરવાની શક્યતા છે.
બિહારના ૧૧ જિલ્લામાં આજે સવારથી વાવાઝોડા સાથે વરસાદૃ પડ્યો છે. રાજ્યના ખગડિયામાં વીજળી પડવાથી ૫ લોકોના મોત થયા છે અને ૪ લોકો દૃાઝી ગયા છે. પટના, બક્સર, સુપૌલ સહિત ૫ જિલ્લામાં સવારે ગાઢ વાદૃળોને કારણે અંધારું છવાઈ ગયું. લોકોને ગાડીઓની લાઇટ ચાલુ કરીને ચાલવું પડ્યું.
આ તરફ, ગુજરાતને બાદૃ કરતાં બાકીના તમામ રાજ્યોમાં પ્રી-મોનસૂનની અસર છે. દિૃલ્હીમાં ખરાબ હવામાનને કારણે ૨ લાઇટ જયપુર ડાયવર્ટ કરવી પડી. રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદૃ થયો. જ્યારે, મધ્ય પ્રદૃેશ, ઉત્તર પ્રદૃેશ, બિહાર, પંજાબ, દિૃલ્હી, પશ્ર્ચિમ બંગાળમાં પણ વરસાદૃ થયો.
યુપીમાં વાવાઝોડાથી એક પેટ્રોલ પંપની છત પડી ગઈ હતી. જ્યારે, ચિત્રકૂટમાં ૪.૫ કરોડ રૂપિયાના ઓડિટોરિયમની છત પડી ગઈ.

રિલેટેડ ન્યૂઝ