ઇરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી બંધ કર્યુ

ઇરાન પર રાત્રે મોટા હુમલાની ટ્રમ્પની ધમકી:ત્ોલ, ગ્ોસના ક્ષેત્રો પર કબજો કરશે

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાનની સર્વોચ્ચ સંયુક્ત સૈન્ય કમાન્ડે વૈશ્ર્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ‘હોર્મુઝ સ્ટ્રેટ ને અમેરિકાના હુમલાને પગલે ફરી એકવાર સંપૂર્ણપણે બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરી દૃીધી છે. ઈરાને કડક શબ્દૃોમાં ચેતવણી આપી છે કે, જો કોઈ પણ તેલ ટેન્કર કે વ્યાપારી જહાજ આ દૃરિયાઈ માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરશે તો તેના પર સીધો સૈન્ય હુમલો કરવામાં આવશે.હોર્મુઝ સ્ટ્રેટ વિશ્ર્વના સૌથી સંવેદૃનશીલ અને વ્યૂહાત્મક દૃરિયાઈ માર્ગો પૈકીનો એક છે, જ્યાંથી દૃુનિયાભરના તેલ પુરવઠાનો મોટો હિસ્સો પસાર થાય છે. ઈરાનની આ નાકાબંધીને કારણે આંતરરાષ્ટ્રીય ઉર્જા બજાર અને વૈશ્ર્વિક અર્થતંત્ર પર મોટું સંકટ તોળાઈ રહૃાું છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પર હુમલાની નવી ધમકી આપી છે. ટ્રમ્પે કહૃાું કે અમેરિકા ગુરુવારે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરશે. તેમનો દૃાવો છે કે ઈરાનની મોટાભાગની સૈન્ય તાકાત પહેલાથી જ નબળી પડી ગઈ છે.
ટ્રમ્પે એમ પણ કહૃાું કે આવનારા દિૃવસોમાં અમેરિકા ઈરાનના સૌથી મોટા ઓઈલ એક્સપોર્ટ સેન્ટર ખાર્ગ આઈલેન્ડ અને અન્ય મહત્વપૂર્ણ તેલ-ગેસ ઠેકાણાઓ પર કબજો કરશે. ખાર્ગ આઈલેન્ડને ઈરાનના તેલ નિકાસનું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે.
બીજી તરફ, ઓમાન નજીક ભારતીય નાવિકોવાળા જહાજો પર અમેરિકી હુમલાઓને લઈને ભારતે સખત વિરોધ નોંધાવ્યો છે. વિદૃેશ મંત્રાલયે કહૃાું કે અમેરિકી નૌકાદૃળે ભારતીય ક્રૂવાળા ત્રીજા જહાજ સ્ જલવીર પર પણ હુમલો કર્યો છે.
આના પર સવાર તમામ ૨૦ ભારતીય નાવિકો સુરક્ષિત છે અને તેમને બહાર કાઢવાનું કામ ચાલુ છે. ભારતે આ મામલે અમેરિકી રાજદૃૂતને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો અને કહૃાું કે જહાજો પર થઈ રહેલા હુમલાઓ તાત્કાલિક બંધ થવા જોઈએ.

અમેરિકા અન્ો ઇરાનના સામસામે હુમલા:ઓમાનના દૃરિયામાં જહાજ પર અમેરિકાના હુમલામાં ૩ ભારતીય નાવિકોના મોત: વધુ એક ભારતીય જહાજ પર હુમલો:ભારત્ો નોંધાવ્યો વિરોધ

ફરી એક વખત અમેરિકા-ઈરાન આખરી નિર્ણય કરવાનો હોય તે રીતે પુરી તાકાતથી એકબીજાના સૈન્ય મથકો સહિતના સ્થળોએ મિસાઈલ-ડ્રોન હુમલા શરૂ કરતા મધ્યપુર્વ ફરી વિસ્ફોટ-આગજની અને સેનાની મોટા પાયે હેરાફેરીથી ધમધમી ઉઠયુ છે.
ગઈકાલે જ ઈરાની ક્ષેત્રમાં ઉડી રહેલા અમેરિકી સેનાના એક અપાચે હેલીકોપ્ટર પર ઈરાની ડ્રોન હુમલા તથા બહેરીન-કુવૈતમાં પણ ઈરાને ડ્રોનથી એટેક કર્યા બાદ અમેરિકાએ ‘આત્મ રક્ષા’ હેઠળ ઈરાન પર ફરી હુમલા શરૂ કર્યાનો દાવો કર્યો છે. ઈરાને ઉતરી ઈરાક, જોર્ડન, કુવૈત, બહેરીન સહિત 18 અમેરિકી મથકોને નિશાન બનાવ્યા હતા તો પ્રથમ વખત હવે કુવૈત આ યુદ્ધમાં સક્રીય થયુ છે અને ઈરાનના હુમલાને ખાળવા ડીફેન્સ સીસ્ટમને પુરી રીતે એકશનમાં મુકે છે. ઈરાનના ઈસ્લામીક ગાર્ડ એ જાહેર કર્યુ છે કે જોર્ડનના અલ અઝરાક એરબેઝ પર અમેરિકી વિમાનને નિશાન બનાવ્યુ છે અને 12 બેલેસ્ટીક મિસાઈલ દાગ્યા હતા. જેમાં એરબેઝને ભારે નુકશાન થયું છે. બીજી તરફ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જાહેર કર્યુ છે કે ઈરાનના મીલીટ્રી ઈન્ટેલીજન્સ મથકો એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવી છે. ઈરાનના અનેક શહેરો પર અમેરિકાએ હુમલો કર્યો હતો. તહેરાનમાં વારંવાર ચેતવણીના સાયરન વાગતા હતા તથા એર ડીફેન્સ સીસ્ટમ એકટીવ થઈ છે.
ઈરાનની અંદર અમેરિકી સેનાએ અનેક મોટા હુમલા કર્યા હતા. ઈરાને બહેરીનમાં ફરી અમેરિકી નૌકા મથક પર યુદ્ધ જહાજો પર હુમલા કર્યા હતા. ઈરાની ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ રીવોલ્યુશનરી ગાર્ડની એરોસ્પેસ ફોર્સ અને નેવીએ બે તબકકામાં મોટુ ઓપરેશન પાર પાડયા છે અને અમેરિકાના અલ સલેમ- એરબેઝ- અહમદ અલ જાબેર તથા શેખ ઈસા એરબેઝ પર 18 સૈન્ય મથકો તબાહ કરાયા છે. બહેરીનમાં અમેરિકી સેનાની સંદેશા વ્યવહાર તથા પેટ્રીયોર એર ડિફેન્સ સીસ્ટમના રડાર લોકેશનને પણ નિશાન બનાવ્યુ છે. બીજી તરફ અમેરિકાએ જોર્ડન પરના હુમલા સામે સિકયોરિટી વોર્નિંગ ઈસ્યુ કરી છે. કુવૈત સહિતના ગલ્ફના દેશોએ ફરી તેની એર સ્પેસ બંધ કરી છે. અમેરિકા જાહેર કર્યુ છે કે તેણે આત્મરક્ષાના અધિકાર હેઠળ 49 ટોમહોક મિસાઈલ ઈરાન પર દાગ્યા હતા. આ મિસાઈલ મારફત ઈરાનની સુરક્ષા તાકાતને તોડી પાડવા પ્રયાસ થયો હતો.

રિલેટેડ ન્યૂઝ