મિડલ-ઈસ્ટમાં યુદ્ધના કારણે દેશમાં ઈંધણની કટોકટી સર્જાઈ છે ત્યારે
ઓએનજીસીના આ પ્રોજેક્ટથી મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં આર્થિક ગતિવિધિને વેગ મળશે
ઈંધણક્ષેત્રે આત્મ નિર્ભર બનવા આત્મનિર્ભર બનવા માટે કમર કસી છે. જે મુજબ ગુજરાતમાં 600 જેટલા તેલ કુવા ખોદવા માટે ઓએનજીસીને લીલીઝંડી મળી છે. આ પ્રોજેક્ટથી મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં આર્થિક ગતિવિધિને વેગ મળશે.
મધ્યપૂર્વમાં યુદ્ધે ભારતને તે અનુભવ કરાવી દીધો છે કે તેલ અને ગેસ માટે આત્મનિર્ભર થવું કેટલું જરૂૂરી છે. હોર્મુઝનો રસ્તો બંધ થવાથી ભારતે ઉર્જા સંકટનો સામનો કરવો પડ્યો છે. દેશમાં પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના ભાવમાં વધારો થયો છે. પરંતુ હવે ભારતે આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે કમર કસી લીધી છે. જમીનની નીચે દબાયેલા તેલ અને ગેસ ભંડારને શોધવા માટે તૈયારી કરી લેવામાં આવી છે. ઓએનજીસી મહેસાણા એસેટ હેઠળ આવતા 600 નવા તેલ કૂવાને ખોદવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ છે. ગુજરાત માટે ઉર્જા ક્ષેત્રે આ સારા સમાચાર છે. ઓએનજીસીના મહેસાણા એસેટને સરકાર તરફથી આ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી સાથે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં કાચા તેલ અને કુદરતી ગેસના ઉત્પાદનને વેગ મળશે. મંત્રાલય દ્વારા 25 મેના આ પ્રોજેક્ટને આખરી મંજૂરી આપી દેવામાં આવી છે. ઓએનજીસીના મહેસાણા એસેટ હેઠળ 600 જગ્યાએ ડ્રિલિંગથી તેલ અને ગેસના ઉત્પાદનમાં વધારો થશે. જેનાથી દેશ ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ વધશે. આ સાથે ઘણી નવી રોજગારીની તકો પણ ઉભી થશે. જેનો ફાયદો સ્થાનિકોને મળશે. ઓએનજીસીના આ પ્રોજેક્ટને કારણે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં આર્થિક ગતિવિધિને વેગ મળશે. જેના કારણે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારીની તકો સર્જાછે. એન્જિનિયર, ટેક્નિશિયન તથા સ્થાનિક શ્રમિકોને રોજગારીની તકો મળશે. આ સિવાય અન્ય કેટલાક વેપારમાં પણ તેનાથી ફાયદો થશે. ભારત પોતાની જરૂૂરિયાતનું મોટા ભાગનું ક્રૂડ ઓઈલ વિદેશથી આયાત કરે છે. જેથી દેશના વિદેશી હુંડિયામણ પર પણ અસર પડે છે. પરંતુ હવે મહેસાણામાં 600 કૂવાઓમાં એક સાથે ઉત્પાદન શરૂૂ થવાથી દેશ ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ વધશે.
આ જિલ્લાઓમાં થશે તેલ અને ગેસનું ઉત્પાદન
મહેસાણા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓમાં આવેલા 37 ઙખક બ્લોક્સમાં 60 કૂવાઓમાં ઓનશોર ડ્રિલિંગ તથા તેલ અને ગેસનું ઉત્પાદન કરવામાં આવશે. ભારતના વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ મંજૂરી પત્ર જાહેર કરી દેવામાં આવી હતી.
