ગંદકીના ગંજ વચ્ચે વનરાજોનું વિચરણ: બીમાર પડવાનો ભય, તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ
ઉના તાલુકાના વડવીયાળા ગામ નજીક આવેલી ડમ્પિંગ સાઇટ પાસે મોડીરાત્રે પાંચ સિંહોનું કુટુંબ શિકારનીશોધ માં લટાર મારતું નજરે પડ્યું હતું.સિંહણ અને તેના બચ્ચા સહિતના વનરાજોના આગમનથી સમગ્ર પંથકમા ંકુતૂહલ ફેલાયું છે, તો ડમ્પિંગ સાઇટની ગંદકી વચ્ચે સિંહો બીમાર પડે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ગુરૂવારે મધ્યરાત્રિ બાદ વડવીયાળા ડમ્પિંગ યાર્ડ નજીક બાવળની ઝાડીઓમાં પાંચ સિંહોનું ટોળું શિકારની તલાશમાંઆંટાફેરા મારતું જોવા મળ્યું હતું. સિંહણ સાથે મોટા થઈ ગયેલા 4 બચ્ચા હોવાનું અનુમાન છે. કોઈ રાહદારીએ મોબાઈલ માં દ્રશ્ય કેદ કરતા જ વાયુવેગે વીડિયો વાયરલ થયો હતો.
સિંહ પરિવાર ડમ્પિંગ સાઇટ પરઝળક્યાના સમાચાર વીજળીવેગે પ્રસરતા વડવીયાળા સહિત આસપાસના ગામ લોકોના ટોળેટોળા રાત્રે જ સ્થળ પર ઉમટી પડ્યા હતા.લોકોની ભીડ અને ઘોંઘાટથી સિંહો વિચલિત થયા હતા. ઘટનાની જાણ થતાં ઉના વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને સિંહોનું મોનિટરિંગ શરૂ કર્યું છે.
સૌથી ચિંતાજનક બાબત એ છે કે ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલા સડેલો ખોરાક અને પ્લાસ્ટિકનોખડકલો જોવા મળે છે. શિકારની શોધમાં ભૂલા પડેલા સિંહોજો આ દૂષિત કચરો કે મૃત પશુઓના અવશેષો આરોગે તો ગંભીર બીમારીનો ભોગ બની શકે છે. વન્યજીવપ્રેમીઓ એ તંત્રની બેદરકારી સામે આક્રોશ ઠાલવ્યો છે.
વનરાજાનું આરોગ્ય જોખમમાં
પ્રકૃતિપ્રેમીઓની માંગ છે કે ડમ્પિંગ સાઇટને તાત્કાલિક વન વિસ્તારથી દૂર ખસેડવામાં આવે અને કચરાના યોગ્ય નિકાલ માટે કાયમી વ્યવસ્થા ગોઠવાય. સિંહ એ ગુજરાતનું ગૌરવ છે, ગંદકીના ઢગલે એનું મોત નિપજે એ લજ્જાસ્પદ કહેવાશે
