માણાવદરમાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરાઇ

સિનેમા ચોકમાં વેપારી દ્વારા વિરોધ પ્રદર્શન બાદ છાપરા હટાવવામાં આવ્યા

માણાવદરમાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્વાહી કરવામાં આવી હતી સિનેમા ચોક માં છાપરા ઓટલા હટાવવા સામે વેપારીઓએ પેહલા વિરોધ પ્રદર્શન કર્યું બાદ માં દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી વોર્ડ નં 5 ના કોંગ્રેસ સભ્ય નિસાર ઠેબા દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું. રોડ ઉપર બેસી ગયા હતા પોલીસ આવતા મામલો થાળે પડયો હતો અનેક લોકો એ વેપારી ઓ એ સ્વૈચ્છિક છાપરા હટાવ્યા હતા. તો અમુક તંત્ર એ કામગીરી કરી હતી. વેપારી ઓ દબાણ હટાવવાની કાર્યવાહી થી નારાજ થયા હતા.
ત્યાર બાદ જીઇબો ચોક પાસે આવેલી કેબિનો હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી અનેક કેબિનો તંત્ર દ્વારા દૂર કરવામાં આવી છે તેમજ વોકળા સફાઈ કામગીરી કરવામાં આવી છે આ વિસ્તાર થી ગોકુલ નગર સુધી વોકળા માં વરસાદી પાણી નિકાલ થાય તેવી રજૂઆત થઈ હતી.
જીઈબી ચોક પાસે આવેલા કેબિનો તંત્ર દ્વારા દબાણ હટાવવાનું શરૂ કરતા અન્ય લોકો જાતે દબાણ હટાવવા લાગ્યા હતા. સૌ પ્રથમ વખત દબાણ હટાવવાની કામગીરી શરૂ થતા તે જોવા નાગરિકો ઉમટી પડ્યાં હતાં. વેપારી નાના માણસો હોય રોજગારી ના પ્રશ્ન ઉઠાવેલ હતો સરકાર યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી રહી છે. તંત્ર દ્વારા લયબ થી ગોકુલ નગર સુધી વોકળા સફાઈ થશે.

રિલેટેડ ન્યૂઝ