દીવ હાઇવે પર સતત અકસ્માતોનો ભય: 4 દિવસમાં સ્પીડ બ્રેકર નહી મુકાય તો આંદોલનની ચિમકી
ઉના તાલુકાના કેસરીયા ગામેદીવ તરફ જતા ધમધમતા નેશનલ હાઈવે પર કેસરીયા પ્રાથમિક શાળાના નાનકડા ભૂલકાઓ રોજ મોતને મુઠ્ઠીમાં લઈશાળાએ આવ-જા કરે છે.હાઈવે પર 10થી વધુ ગામોના વાહનો અને દીવ ના પ્રવાસીઓની અવિરત અવરજવર વચ્ચે વારંવાર અકસ્માતની ઘટનાઓ બનવા છતાં તંત્રની ઘોર ઉદાસીનતા સામે વાલીઓ અને ગ્રામજનોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે.
શાળા છૂટવાના સમયે દીવ રોડ પર દ્રશ્ય હૃદયદ્રાવક હોય છે. નાના બાળકો અકસ્માતનો ભોગ ન બને તે માટે ધોરણ 8 અને 9ના વિદ્યાર્થીઓ સ્વયં જવાબદારી ઉઠાવી રોડ પર માનવ સાંકળ રચે છે.બન્ને બાજુથી ધસમસતા વાહનોને થોડી પળ માટે થંભાવી શાળાના નાના ભૂલકાઓને સલામત રીતે રોડ પાર કરાવે છે. શિક્ષણના મંદિરે જ્ઞાનની સાથે જીવન બચાવવાની પાઠશાળા ચાલી રહી છે.
શાળા નજીક સ્પીડ બ્રેકરની માંગણીવર્ષોથી કાગળ પર રઝળે છે 26મી મેના રોજ જનહિતલોકસેવાફાઉન્ડેશન દ્વારા ઉગ્ર આંદોલન છેડાયું હતું. આશ્વાસનના મીઠા શબ્દો સિવાય તંત્ર તરફથી કશું મળ્યું નથી 17 દિવસ વીતી ગયા છતાં એક ઈંટ પણ ગોઠવાઈ નથી શું તંત્ર કોઈકરુણાંતિકાની વાટ જોઈરહ્યુંછેએવો તીવ્ર સવાલ ગ્રામજનોમાંથી ઉઠી રહ્યો છે.
જનહિત લોકસેવા ફાઉન્ડેશનના પ્રમુખ હાર્દિક શિંગડ તથા મોટાડેસર જિલ્લા પંચાયત સીટના પ્રતિનિધિ ભરતભાઈ શિંગડ સહિત આગેવાનોએ ચીમકીઉચ્ચારી છે કે આગામી 4 દિવસમાં સ્પીડ બ્રેકર નહીં મૂકાય તો ગ્રામજનો અને વાલીઓ સાથે ઉના પ્રાંત કચેરી સમક્ષ આમરણ ઉપવાસ પર બેસશે. એક તરફ સરકાર વિકાસના ગાણા ગાય છે, બીજી તરફ બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર છે એવો આક્રોશ વ્યક્ત કર્યો છે.
અમારી જવાબદારી વિદ્યાર્થીઓની સલામતીની છે TPEO વાઢેર
આ અંગે તાલુકા શિક્ષણાધિકારી હરેશ વાઢેરનો સંપર્ક કરતા તેમણે સ્પષ્ટતા કરી કે,શાળા પાસે સ્પીડ બ્રેકર મૂકવાની માંગણી લાંબા સમયથી આચાર્ય દ્વારા કરવા માં આવી છે. બ્રેકર હજુ સુધી બન્યા નથી તેથી વિદ્યાર્થી ઓની સલામતીની જવાબદારી સમજી માનવ સાંકળ રચીને રોડ પાર કરાવવામાં આવે છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
વાહનોની ગતિ ધીમી રહે તેવા પ્રયત્નો કરીશું: NHI એસ.ઓ. ગોસાઈ
એન.એચ.આઈ.ના સેક્શન ઓફિસર મહેશ ગોસાઈ સાથે ટેલિફોનીક વાર્તાલાપમાં તેમણે જણાવ્યું કે,હું હાલ કેસરીયા ગામમાં જ છું અને આગેવાનો-ગ્રામજનો સાથે ચર્ચા કરી છે.અમારા પ્રયત્નોશાળા પાસે વાહનોની ગતિ ધીમી રહે તે માટેના રહેશે.વિકાસના દાવા વચ્ચે બાળ સુરક્ષા વિસરાઈ ગ્રામજનોનો પ્રશ્ન છે કે રસ્તા તો બન્યા.પણ બાળકોના જીવની કિંમત કોણ સમજશે? તંત્રની નિષ્ક્રિયતા હવે જનઆક્રોશમાં પરિવર્તિત થઈ રહી છે.
