શાહ એચ.ડી. હાઈસ્કુલ ક્ધયા શાળા અને કુમારશાળા નજીક વિદ્યાર્થીઓની સુરક્ષા વધારવા રજૂઆત
ઉનાથી દીવ તરફ જતા નેશનલ હાઈવે પર આવેલ શાહ એચ.ડી. હાઇસ્કુલ તેમજ ક્ધયાશાળા-કુમાર શાળા નજીક વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈ બે સ્પીડ બ્રેકર-બમ્પ મૂકવાની લેખિત રજૂઆત કરવામાં આવી છેનગરપાલિકાના સદસ્યશ્રીના પ્રતિનિધિ તરીકે પૂર્વ પ્રમુખ મયંકભાઇ મનુભાઈ જોશી,મનોજભાઈ છગનભાઈ બાંભણિયા,પૂર્વ ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ નવલભાઇજોશી હિરેનચંદ્ર નવલભાઇ જોશી મયુર ભાઈ એમ.બાંભણિયા તથા સદસ્યના પ્રતિનિધિઓ એસંયુક્ત રીતે રજૂઆત કરી હતી.
ઉના-દીવ નેશનલ હાઈવે પર શાહ એચ.ડી. હાઇસ્કુલ, ક્ધયાશાળા અને કુમાર શાળા આવેલી હોવાથી સવાર-સાંજ શાળા છૂટવાના સમયે મોટી સંખ્યામાંવિદ્યાર્થીઓ રોડ ક્રોસ કરતા હોય છે. હાઈવે પર વાહનોની સ્પીડ વધુ હોવાથી અકસ્માતનો ભય સતત રહે છે. વાલીઓ અને શાળા સંચાલકો દ્વારા લાંબા સમયથીબમ્પનીમાંગ કરવામાં આવી રહી હતી.અગ્રણીઓએ જણાવ્યું કે, શાળા સમય દરમિયાન વાહનોની ગતિ પર અંકુશ આવે અને નાના બાળકો સલામત રીતે રોડ ક્રોસ કરી શકે તે માટે શાળાની બંને બાજુ યોગ્ય સાઈન બોર્ડ સાથે બે સ્પીડ બમ્પ તાત્કાલિક મૂકવા અત્યંત જરૂરી છે સંબંધિત વિભાગ પાસે વિદ્યાર્થીઓનાહિતમાંતાત્કાલિક ધોરણે બમ્પ મૂકવાની કામગીરી હાથ ધરવા માંગ કરી છે.
