રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઈન્કવેસ્ટ ભર્યા વગર મૃતદેહનું પીએમ કરી નાખતા પોલીસ-તબીબ વચ્ચે વિવાદ

તાલાલાના માલજીંજવા ગામે કુવામાં પથ્થર પડતા મુત્યુ પામેલા પ્રૌઢનું એકના બદલે બીજી લાશનુ પીએમ કરાયાની ચર્ચા

તાલુકાનાં માલજીંજવા ગીર ગામની સીમ વિસ્તારમાં ખેડૂતની વાડીમાં કુવો ખોદવાની કામગીરી દરમિયાન અકસ્માતે ઉપરથી પથ્થરો પડતા બે શ્રમજીવીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક શ્રમિક પ્રૌઢનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. જે ઘટનામાં પોલીસે ઇન્કવેસ્ટ ભર્યા પહેલા તબીબે બીજી લાશના બદલે પ્રૌઢનુ પીએમ કરી નાખતા પોલીસ અને ડોક્ટર વચ્ચે વિવાદ થયો હોવાનુ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ તાલાલાના માલજીંજવા ગીર ગામની સીમના સાતવડલી વિસ્તારમાં આવેલ નાથાભાઈ રાજાભાઈ પરમારની વાડીમાં કુવો ખોદવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અકસ્માતે ઉપરથી મોટા પથ્થરો પડતા કુવામાં ખોદકામ કરી રહેલ જગદીશભાઈ મારવાડી (ઉ. વ.40) અને સુખદેવભાઈ મારવાડી (ઉ.વ.45)ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ આસપાસના વાડી માલિકોને થતાં તુરંત ઘટના સ્થળે દોડી આવી કુવામાંથી બંને ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર માટે તાલાલા અને વેરાવળ બાદ બધું સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા સુખદેવભાઈ મારવાડીનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક સુખદેવભાઈ મારવાડી મૂળ રાજસ્થાનના વતની હતી. અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલાલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન સુખદેવભાઇ મારવાડીનું મોત નીજપતા તાલાલા પોલીસે ઇન્કવેસ્ટ ભરે તે પહેલા જ સિવિલ હોસ્પિટલના તબીબે અન્ય લાશનુ પીએમ કરવાના બદલે સુખદેવભાઇ મારવાડીનું પીએમ કરી નાખ્યું હતું. બાદમાં તાલાલા પોલીસ રાજકોટ પહોંચતા તબીબી બેદરકારીની કિસ્સો સામે આવ્યો હતો. જેમાં તાલાલા પોલીસના પોલીસે ઇન્કવેસ્ટ ભર્યા પહેલા તબીબે અન્ય લાશના બદલે બીજી લાશનું પીએમ કરી નાખ્યું હોવાનુ સામે આવતા પોલીસ અને તબીબો વચ્ચે વિવાદ વકર્યો હોવાનુ જાણવા મળ્યુ છે.

રિલેટેડ ન્યૂઝ